શોધખોળ કરો

IPL 2023માં 11ના બદલે હશે 12 ખેલાડી ! આ પાંચ નિયમોના કારણે સંપૂર્ણ રીતે બદલાઇ જશે ક્રિકેટ, ટૉસ બાદ નક્કી થશે પ્લેઇંગ-11

IPL 2023 નો આજથી પ્રારંભ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની પ્રથમ મેચ આજે (31 માર્ચ) રમાશે

IPL 2023 New Rule: IPL 2023 નો આજથી પ્રારંભ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની પ્રથમ મેચ આજે (31 માર્ચ) રમાશે. આ મેચ અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. સીઝનની પ્રથમ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈપણ રીતે આઈપીએલ 2023 ખાસ રહેશે. કારણ કે આ વખતે ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોનો સમાવેશ કર્યા બાદ આ સીઝન વધુ રોમાંચક બની જશે. ચાલો તમને IPLના પાંચ નિયમો વિશે જણાવીએ જે 16મી સીઝનમાં લાગુ કરવામાં આવ્યા છે.

1- ઇમ્પેક્ટ પ્લેયર

IPL 2023 માં સૌથી મહત્વપૂર્ણ નિયમ ઇમ્પેક્ટ પ્લેયર છે.  આ અંગે સર્વત્ર ચર્ચા ચાલી રહી છે. મેચ દરમિયાન દરેક ટીમ એક ખેલાડી બદલી શકે છે. જો ધારો કે કોઈ ટીમે ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો હોય, તો તેઓ વિદેશી ખેલાડીઓનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં તેણે વિદેશી ખેલાડીને મેદાનની બહાર મોકલવો પડશે. નિયમો અનુસાર 14મી ઓવર પહેલા ઈમ્પેક્ટ પ્લેયરને નિયમ લાગુ કરવો પડશે. ઈમ્પેક્ટ પ્લેયરના આગમન પછી જે ખેલાડી મેદાન છોડીને જાય છે તે મેચમાં પાછો નહીં આવે. ટોસ દરમિયાન, કેપ્ટને ચાર ઇમ્પેક્ટર પ્લેયરના નામ આપવાના રહેશે.

2- ટૉસ બાદ પ્લેઇંગ ઇલેવન જણાવવાની રહેશે

અત્યાર સુધી એવો નિયમ હતો કે કેપ્ટને ટોસ પહેલા પ્લેઈંગ ઈલેવનની જાણકારી આપવાની હતી પરંતુ હવે કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન ટોસ બાદ જાહેર કરશે. ટોસ દરમિયાન કેપ્ટન બે અલગ-અલગ ટીમ શીટ સાથે આવશે. ટોસના પરિણામના આધારે તે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરશે.

3- વાઈડ અને નો બોલ માટે DRS

તાજેતરમાં સમાપ્ત થયેલ મહિલા પ્રીમિયર લીગમાં ટીમો વાઈડ અને નો બોલ માટે ડીઆરએસનો ઉપયોગ કરતી હતી. હવે આ નિયમ IPLમાં પણ લાગુ થશે. જો અમ્પાયરના નિર્ણય સાથે સહમત ન હોય તો બેટિંગ અને બોલિંગ ટીમ વાઈડ અથવા નો બોલ માટે DRS લઈ શકે છે.

4- અનફેર મૂવમેન્ટ કરવા પર હશે ડેડ બોલ

IPL 2023ની મેચ દરમિયાન જો વિકેટકીપર સહિત ટીમનો કોઈપણ ખેલાડી બોલ ફેંકતા પહેલા અયોગ્ય મૂવમેન્ટ કરશે તો બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં બેટિંગ કરનાર ટીમને પણ પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવશે.

5- સ્લો ઓવર રેટ મેચમાં સજા આપવામાં આવશે

IPLમાં ઘણીવાર સ્લોઓવર રેટની ચર્ચા થાય છે. પરંતુ જો કોઈ ટીમ આ વખતે આવું કરશે તો તેને મેચ દરમિયાન જ સજા આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ટી-20 મેચની જેમ કટ-ઓફ સમય પછી જેટલી ઓવરો નાખવામાં આવશે તે દરમિયાન માત્ર ચાર ખેલાડીઓ જ બાઉન્ડ્રી પર હાજર રહેશે. જો કે, પાવરપ્લે પછી કેપ્ટન 5 ખેલાડીઓને બાઉન્ડ્રી લાઇન પર રાખી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget