શોધખોળ કરો

IPL 2023: મોહાલીમાં કોલકત્તા પર ભારે પડી આ ત્રણ ભૂલ, જાણો પંજાબ વિરુદ્ધ હારના કારણો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનની બીજી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમો સામસામે હતી.

IPL 2023, Match 2, Punjab Kings vs Kolkata Knight Riders: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનની બીજી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમો સામસામે હતી. જેમાં પંજાબ કિંગ્સે આ મેચમાં ડકવર્થ લુઈસના નિયમ મુજબ 7 રને જીત મેળવીને સીઝનની શરૂઆત કરી હતી. આ મેચમાં કોલકાતાની ટીમનું નિર્ણાયક સમયે બોલિંગ અને બેટિંગ બંનેમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતુ જેના કારણે તેને આ મેચમાં આ હારનો સામનો કરવો પડ્યો. ચાલો આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની હારના 3 મુખ્ય કારણો પર એક નજર કરીએ.

1 – ધવન અને રાજપક્ષેની ભાગીદારી ન તોડવી

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ મેચમાં પંજાબ કિંગ્સની પ્રથમ વિકેટ 23 રનમાં મેળવીને સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પછી ટીમના બોલરો શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેની જોડી પર દબાણ બનાવી શક્યા નહોતા, જેના કારણે પંજાબ કિંગ્સ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધવામાં સફળ રહી હતી.

2 – સાઉદી અને નરેનનું બોલિંગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન

આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના 2 અનુભવી બોલર ટિમ સાઉથી અને સુનીલ નરેનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ જોવા મળ્યું હતું. જ્યાં ટિમ સાઉથીને તેની 4 ઓવરમાં 2 વિકેટ મળી હતી પરંતુ તેણે 54 રન પણ આપ્યા હતા. જ્યારે સુનીલ નરેને પોતાની 4 ઓવરમાં 40 રન આપ્યા હતા.

3 - ટાર્ગેટનો પીછો કરતી વખતે સતત વિકેટ ગુમાવવી

192 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સના ટોચના ક્રમના બેટ્સમેનોમાંના એકને જવાબદારીપૂર્વક રમવાની જરૂર હતી, પરંતુ ટીમ સમયાંતરે વિકેટ ગુમાવતી રહી. કોલકાતાની ટીમે 80ના સ્કોર સુધી પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે તેના માટે રનની ગતિ જાળવી રાખવી ઘણી મુશ્કેલ બની ગઈ હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સને 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો

આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી ભાનુકા રાજપક્ષે 32 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવ સિવાય સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીને 1-1 સફળતા મળી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget