IPL 2024: IPLની 17મી સીઝન છે ખૂબ ખાસ, સ્ટૉપ લૉક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત આ નિયમો બદલાયા
IPL 2024:આ વખતે આ સીઝન દર્શકો અને ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. આગામી ટી20 લીગમાં ઘણા ફેરફારો જોવા મળશે
IPL 2024: આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની શરૂઆત થશે. પ્રથમ મેચમાં આરસીબી અને સીએસકે વચ્ચે ટક્કર જોવા મળશે. આ વખતે આ સીઝન દર્શકો અને ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. આગામી ટી20 લીગમાં ઘણા ફેરફારો જોવા મળશે જે તેના ઉત્સાહને વધુ વધારશે.
𝐈𝐭'𝐬 𝐒𝐡𝐨𝐰𝐓𝐢𝐦𝐞!
— IndianPremierLeague (@IPL) March 21, 2024
The #TATAIPL is here and WE are ready to ROCK & ROLL 🎉🥳🥁
Presenting the 9 captains with PBKS being represented by vice-captain Jitesh Sharma. pic.twitter.com/v3fyo95cWI
IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત ધોની અને કોહલી વચ્ચે જોરદાર ટક્કરથી થશે. આરસીબી આ ટૂર્નામેન્ટમાં નવા નામ અને નવી જર્સી સાથે પ્રવેશ કરશે. IPLમાં બોલરો માટે બાઉન્સર અને અમ્પાયરો માટે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
બોલરોને એક ઓવરમાં બે બાઉન્સર નાખવાની છૂટ હશે.
IPLમાં બોલરોને બે બાઉન્સર નાખવાની છૂટ હશે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં માત્ર એક જ બાઉન્સર નાખવાનો નિયમ છે. જોકે, BCCIએ આગામી સીઝન માટે ફેરફારો કર્યા છે. અગાઉ આ નિયમ સ્થાનિક ટૂર્નામેન્ટ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લાગુ કરવામાં આવ્યો હતો.
આઈપીએલમાં સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ લાગુ કરવામાં આવશે
આઈપીએલની આગામી સીઝનમાં સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનાથી અમ્પાયરોને મોટી સુવિધા મળશે. આ નિયમ લાગુ થયા બાદ ટીવી અમ્પાયર અને હોક-આઈ અમ્પાયર એક જ રૂમમાં બેસશે. આનાથી ટીવી અમ્પાયરોને નિર્ણયો આપવામાં ઘણી મદદ મળશે. આ નિયમથી ટીવી પ્રસારણ નિર્દેશકની ભૂમિકા ખતમ થઈ જશે.
સ્ટોપ ક્લોક લાગુ કરવામાં આવશે નહીં
IPLમાં સ્ટોપ ક્લોક નિયમ લાગુ થશે નહીં, જેને ICCએ તાજેતરમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં કાયમી ધોરણે લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ બોલરોને આગામી ઓવર શરૂ કરવા માટે 60 સેકન્ડનો સમય મળશે, જેના માટે બે ચેતવણી આપવામાં આવશે. આમ કરવામાં નિષ્ફળ જવા પર બોલિંગ ટીમ પર પાંચ રનનો દંડ થશે.