IPL 2025: ધોની ટીમમાં કરી શકે છે મોટા ફેરફારો, પ્લેઓફની રેસમાં ટકી રહેવા પંજાબ માટે જીત જરૂરી
પાંચ વખતની ચેમ્પિયન CSK માટે આ સીઝન ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ફક્ત 2 મેચ જીતી છે

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 49મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે તેથી ચેન્નઇ જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) સામે રમશે ત્યારે તેમની હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે.
In the Middle. In his element! 🦁💥#WhistlePodu #Yellove pic.twitter.com/JKKHUxjOHA
— Chennai Super Kings (@ChennaiIPL) April 29, 2025
પાંચ વખતની ચેમ્પિયન CSK માટે આ સીઝન ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ફક્ત 2 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. બીજી તરફ પંજાબ કિંગ્સ 9 માંથી 5 જીત સાથે પાંચમા સ્થાને છે અને આ મેચ જીતીને પ્લેઓફ માટે પોતાનો દાવો ખૂબ મજબૂત કરશે. ચેપોકમાં શાનદાર રેકોર્ડ ધરાવતો CSK આ વખતે હોમ ગ્રાઉન્ડ પર પણ નિષ્ફળ ગયો છે, જે ટીમ માટે સૌથી નિરાશાજનક રહ્યું છે.
ધોનીની કેપ્ટનશીપમાં પણ કોઈ સુધારો થયો નથી
ગાયકવાડ ઈજાને કારણે બહાર થયા પછી કેપ્ટનશીપ ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી પરંતુ તે પણ અત્યાર સુધી ટીમ કોમ્બિનેશનમાં સંતુલન આપી શક્યો નથી. ધોનીએ પોતે સ્વીકાર્યું કે ટીમ પાવરપ્લે દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં સંઘર્ષ કરી રહી છે. રચિન રવિન્દ્રનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે, જાડેજા, અશ્વિન અને પથિરાના જેવા અનુભવી ખેલાડીઓ પણ ફોર્મમાં નથી. જ્યારે વિજય શંકર, દીપક હુડા અને રાહુલ ત્રિપાઠી જેવા બેટ્સમેનોએ અત્યાર સુધી નિરાશ કર્યા છે.
CSKની સંભવિત પ્લેઈંગ ઈલેવન
એમએસ ધોની, આયુષ મ્હાત્રે, રચિન રવિન્દ્ર, શિવમ દુબે, દીપક હુડ્ડા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, મથિશા પથિરાના.
પંજાબ કિંગ્સ (PBKS) ની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શ્રેયસ ઐય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, યશ ઠાકુર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, હરપ્રીત બરાર, માર્કો જાન્સન, જોશ ઈંગ્લિસ.




















