શોધખોળ કરો

IPL 2025 પછી પણ નિવૃતિ જાહેર નહી કરે ધોની? MI વિરુદ્ધ હાર બાદ આપ્યું મોટું નિવેદન

મેચ પછી ચેન્નઇના કેપ્ટને કહ્યું કે અમારી ટીમનું પ્રદર્શન એકદમ સરેરાશ હતું. તેણે કહ્યું કે મને ખબર હતી કે મેચના બીજા હાફમાં થોડો ડ્યૂ પડશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 38મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે જીતની હેટ્રિક નોંધાવી હતી. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ 8 મેચમાં 4 જીત અને 4 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ એટલી જ મેચમાં માત્ર 2 જીત સાથે ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નઈ સામેની જીતનો હીરો મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા હતો, જેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેમને સૂર્યકુમાર યાદવે સારો સાથ આપ્યો હતો. મેચ દરમિયાન ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેટલીક ચોંકાવનારી વાતો કહી, જેનાથી બધા ચોંકી ગયા હતા.

આગામી સીઝનમાં મજબૂત રીતે પાછા આવીશ

મેચ પછી ચેન્નઇના કેપ્ટને કહ્યું કે અમારી ટીમનું પ્રદર્શન એકદમ સરેરાશ હતું. તેણે કહ્યું કે મને ખબર હતી કે મેચના બીજા હાફમાં થોડો ડ્યૂ પડશે. જસપ્રીત બુમરાહ વિશ્વના શ્રેષ્ઠ ડેથ બોલરોમાંના એક છે અને મુંબઈ ઈન્ડિયન્સે તેમની ડેથ બોલિંગ વહેલી શરૂ કરી હતી, જેના કારણે અમે ઘણા રન કરી શક્યા નહીં. ધોનીએ કહ્યું કે આયુષ મ્હાત્રેએ સારી બેટિંગ કરી અને પોતાના શોટ્સ સારી રીતે પસંદ કર્યા. અમને ખબર હતી કે આ પીચ પર રન બનાવવા સરળ નહીં હોય. જો તમે શરૂઆતના ઓવરોમાં ઘણા બધા રન આપો છો તો તે મુશ્કેલ બની જાય છે.

સીએસકેના કેપ્ટને કહ્યું કે આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ફક્ત સારું ક્રિકેટ રમવાને કારણે જ સફળ છીએ. આપણે વધારે પડતા લાગણીશીલ ન બનવું જોઈએ. અમારે એક સમયે એક મેચ પર ધ્યાન આપવાની જરૂર છે અને જો આપણે પ્લેઓફમાં ન પહોંચીએ તો અમારે આગામી સીઝન માટે અમારી રણનીતિ વિશે વિચારવું પડશે. આગામી સીઝન વિશે વાત કરીને ધોનીએ સંકેત આપ્યો છે કે તે IPL 2026માં રમી શકે છે.

મેચ પછી ધોનીએ કહ્યું કે અમે સરેરાશ સ્કોર કરતા થોડા ઓછા રન બનાવ્યા. મુંબઈએ તેમની ડેથ બોલિંગ વહેલી શરૂ કરી. આપણે પણ સ્લોગ શોટ વહેલા રમવા જોઈતા હતા. તેઓએ સ્પિન બોલિંગ સારી રીતે રમી અને અમે ક્યારેય લડાયક સ્કોર નોંધાવ્યો નહોતો. જો તમે છ ઓવરમાં ઘણા બધા રન આપો છો તો તેનો અર્થ એ નથી કે બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો છે. આ હાર સાથે ચેન્નઇની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget