શોધખોળ કરો

ફાઈનલમાં આવી હોઈ શકે છે પંજાબ અને બેંગ્લુરુની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

IPL 2025 ની ફાઇનલની ટીમો તારીખ અને સ્થળ સહિત બધું જ નક્કી થઈ ગયું છે. 3 જૂને, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટાઇટલ ટક્કર યોજાવાની છે.

RCB vs PBKS Final: IPL 2025 ની ફાઇનલની ટીમો તારીખ અને સ્થળ સહિત બધું જ નક્કી થઈ ગયું છે. 3 જૂને, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટાઇટલ ટક્કર યોજાવાની છે. આ બંને ટીમો અત્યાર સુધી IPL ટ્રોફી જીતી શકી નથી તેથી 18 વર્ષના ઇતિહાસમાં લીગનો તેની આઠમી ચેમ્પિયન ટીમ મેળવાનું નક્કી  છે. અહીં ચાલો જાણીએ કે ફાઇનલ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાંથી પિચની સ્થિતિ શું હશે.

પિચ રિપોર્ટ 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ સાબિત થઈ છે. ક્વોલિફાયર-2 મેચ આ મેદાન પર રમાઈ હતી, જેમાં કુલ 410 રન બન્યા હતા. IPL 2025 માં આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહી છે, કારણ કે વર્તમાન સિઝનમાં અહીં રમાયેલી 8 મેચમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમ 6 વખત વિજયી રહી છે. તમને જણાવી દઈએ કે આ મેદાન પર સૌથી વધુ સ્કોર કરનારી ટીમ પંજાબ કિંગ્સ છે, તેણે આ વર્ષે ગુજરાત ટાઇટન્સ સામે 243 રન બનાવ્યા હતા.

હેડ-ટુ-હેડ રેકોર્ડ 

પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLમાં અત્યાર સુધીમાં 36 મેચ રમી છે, જેમાં બંને ટીમોએ 18-18 મેચ જીતી છે. IPL 2025 માં તેમની વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, જેમાંથી બેંગ્લોરની ટીમે 2 વાર જીત મેળવી છે. છેલ્લી 6 મેચની વાત કરીએ તો પંજાબ તેમાં ફક્ત 1 જીત નોંધાવી શક્યું છે. જો આપણે આ આંકડાઓ પર નજર કરીએ તો RCB પહેલીવાર ચેમ્પિયન બનતું દેખાય છે.

ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે 

IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે.  અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે

IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે. 

RCB ની સંભવિત પ્લેઇંગ ઈલેવન: વિરાટ કોહલી, ફિલિપ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા

પંજાબ કિંગ્સ ની સંભવિત પ્લેઇંગ ઈલેવન: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, કાઈલ જેમીસન, વિજયકુમાર વિશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ 

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget