શોધખોળ કરો

IPL 2025: કોહલી પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક, આવું કરનારો બની શકે છે પ્રથમ ભારતીય  

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પ્રથમ મેચમાં 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પ્રથમ મેચમાં 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે તમામ ચાહકો ખૂબ જ ઉત્સુક છે કારણ કે વર્ષ 2024માં ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિજેતા બન્યા બાદ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. આ પછી હવે કોહલી IPLમાં આ ફોર્મેટમાં રમતા જોવા મળશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલીનું ફોર્મ ખૂબ જ શાનદાર રહ્યું હતું, ત્યારબાદ કોહલી IPLમાં પણ આ જ ફોર્મ ચાલુ રાખે તેવી આશા છે. આ સાથે જ કોહલી પાસે તેની T20 કારકિર્દીમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક પણ છે.

કોહલી 13000 રનના આંકડાથી માત્ર 114 રન દૂર છે 

વિરાટ કોહલીએ તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 399 મેચ રમી છે અને 41.43ની એવરેજથી 12,886 રન બનાવ્યા છે, જેમાં તેની પાસે IPL 2025માં મોટો રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી 114 રન બનાવતાની સાથે જ T20 ક્રિકેટમાં પોતાના 13000 રન પૂરા કરી લેશે, જેના પછી તે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડ પર નજર કરીએ તો વેસ્ટ ઈન્ડિઝ ટીમના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલનું નામ પ્રથમ સ્થાન પર છે, જેણે 463 મેચમાં 14562 રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર ચાર બેટ્સમેન જ T20 ક્રિકેટમાં 13000 કે તેથી વધુ રન બનાવી શક્યા છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ 

ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 14562 રન
એલેક્સ હેલ્સ - 13610 રન
કિરોન પોલાર્ડ - 13537 રન
શોએબ મલિક - 13535 રન
ડેવિડ વોર્નર - 12913 રન
વિરાટ કોહલી - 12886 રન

કોહલીનું બેટ KKR સામે જોરદાર ચાલે છે 

IPL 2025 માં, RCB ટીમ તેની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે, જેમાં તેમની સામે વિરાટ કોહલીનો રેકોર્ડ અત્યાર સુધી ઘણો શાનદાર રહ્યો છે. કોહલીએ KKR વિરૂદ્ધ 34 મેચોમાં 38.48ની એવરેજથી કુલ 962 રન બનાવ્યા છે, જેમાં તેણે પોતાના બેટથી એક સદી અને 6 અડધી સદી ફટકારી છે.   

ઉલ્લેખનીય છે કે IPL 2025ની શરૂઆત 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે જ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચથી થશે. આ સિઝનમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને 65 દિવસના સમયગાળામાં ફાઈનલ સહિત 74 મેચો રમાશે. આ તમામ મેચો ભારતમાં જ 13 અલગ-અલગ સ્થળોએ યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
Embed widget