KKR vs RCB મેચ વરસાદના કારણે રદ થાય તો કોને થશે ફાયદો, જાણો શું છે IPLના નિયમ
આજે IPL 2025 ની પ્રથમ મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે ટૂર્નામેન્ટની પહેલી જ મેચ વરસાદને કારણે ધોવાઈ શકે છે.

KKR vs RCB Rain Prediction: આજે IPL 2025 ની પ્રથમ મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે ટૂર્નામેન્ટની પહેલી જ મેચ વરસાદને કારણે ધોવાઈ શકે છે. વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને કારણે કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થવાની છે, જ્યારે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પરંતુ જો KKR vs RCB મેચ વરસાદને કારણે પૂર્ણ ન થઈ શકે તો શું થશે? તમને આ પ્રશ્નનો જવાબ અહીં મળી જશે.
વરસાદને કારણે મેચ ધોવાઈ જશે તો શું થશે ?
જો કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. કારણ કે આઈપીએલ લીગ મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. જો કે, જ્યારે ટીમ જીતે છે ત્યારે તેમને 2 પોઈન્ટ મળે છે, જ્યારે હારનાર ટીમને કોઈ પોઈન્ટ આપવામાં આવતા નથી. જો મેચ ડ્રો થશે તો બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.
સાંજે હવામાન કેવું રહેશે ?
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચના સમયે કોલકાતામાં વરસાદની માત્ર 10 ટકા શક્યતા છે, પરંતુ વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. રાત્રે 11 વાગ્યા સુધી વરસાદની સંભાવના 70 ટકા જણાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જો મેચ શરૂ થાય તો પણ વરસાદ વારંવાર દખલ કરી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે ગ્રાઉન્ડ સ્ટાફે ગુરુવારથી પિચ વિસ્તારને કવર કરી લીધો છે.
મેચ પહેલા 6 વાગ્યે ઓપનિંગ સેરેમની
આ મેચ ખાસ બનવાની છે કારણ કે ગત સિઝનની સરખામણીમાં બંને ટીમો પાસે નવા કેપ્ટન છે. કોલકાતાનો કેપ્ટન અજિંક્ય રહાણે હશે, બીજી તરફ RCBની કમાન રજત પાટીદારના હાથમાં છે. મેચ પહેલા 6 વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાવાની છે. શ્રેયા ઘોષાલ, કરણ ઔજલા અને દિશા પટણી પણ આ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સમારોહમાં હાજરી આપી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
