KKR vs RCB: કોહલીનો કહેર જોવા મળશે કે વરુણ ઉડાવશે હોંશ, કોલકાતા-બેંગ્લુરુ વચ્ચે IPL 2025ની પ્રથમ મેચ
IPL 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ શનિવારે સાંજે ઈડન ગાર્ડનમાં રમાશે.

IPL 2025 1st Match KKR vs RCB: IPL 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ શનિવારે સાંજે ઈડન ગાર્ડનમાં રમાશે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપવાળી ટીમ KKR ઘણી મજબૂત છે. RCB પણ નવા રંગમાં જોવા મળશે. આ ટીમનું નેતૃત્વ રજત પાટીદાર કરી રહ્યા છે. જો આપણે હેડ ટુ હેડ રેકોર્ડ્સ પર નજર કરીએ તો KKRનો હાથ ઉપર છે. RCBની વાત કરીએ તો તેની પાસે ઘણા મજબૂત ખેલાડીઓ છે, જે મેચને ગમે ત્યારે પલટી શકે છે.
સિઝનની પ્રથમ મેચ દરમિયાન હવામાન એક મોટો પડકાર હશે. શુક્રવારે કોલકાતામાં ભારે વરસાદ થયો છે. શનિવારે સવારે પણ વરસાદ પડ્યો હતો. જો મેચ દરમિયાન વરસાદ પડે તો તેની ખરાબ અસર થઈ શકે છે. મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવનાર છે.
કોહલીનું બેટ ચાલશે કે વરુણ વિકેટ લેશે -
RCB અને KKR બંને પાસે શાનદાર ખેલાડીઓ છે. તેથી આ મેચ સ્પર્ધા બની રહેશે. ઈડન ગાર્ડન્સમાં વિરાટનો રેકોર્ડ સારો છે. તેણે અહીં આઈપીએલમાં સદી પણ ફટકારી છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી હોમ ગ્રાઉન્ડ પર હશે. તેણે પણ અદભૂત પ્રદર્શન કર્યું છે. વરુણ આઈપીએલમાં અત્યાર સુધી 31 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 36 વિકેટ લીધી છે.
અત્યાર સુધીનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો રહ્યો ?
KKR અને RCB વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાએ 20 મેચ જીતી છે. જ્યારે બેંગ્લોરે 14 મેચ જીતી છે. જો આપણે બંને વચ્ચેની મેચમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ જીતનારા ખેલાડીઓની વાત કરીએ તો ક્રિસ ગેલ ટોપ પર છે. તેની સાથે સુનીલ નારાયણ પણ નંબર વન પર છે. આ બંને ખેલાડીઓ 4-4 વખત આ ખિતાબ જીતી ચૂક્યા છે.
RCB સામે ઘણા ખેલાડીઓ તોડી શકે છે રેકોર્ડ -
સુનીલ નારાયણ પાસે સિક્સરનો રેકોર્ડ તોડવાની તક છે. તેણે IPLમાં 97 સિક્સર ફટકારી છે. સુનીલ નારાયણ 3 સિક્સર મારતાની સાથે જ તેની સિક્સરની સદી પૂરી કરી લેશે. સુનીલ નારાયણ KKR માટે 200 વિકેટ પણ પૂરી કરી શકે છે. આ માટે તેણે વધુ 2 વિકેટ લેવાની છે. આન્દ્રે રસેલ 2500 રન પુરા કરવાની નજીક છે. તેમને માત્ર 16 રનની જરૂર છે.
KKR અને RCB મેચ માટે સંભવિત 12 ખેલાડીઓ -
કોલકાતા નાઈટ રાઈડર્સ: સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર), અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, અંગક્રૃષ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા/રસિખ દાર સલામ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
