શોધખોળ કરો

IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો

અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ દિલ્હીને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી, જ્યારે દિલ્હી માટે હવે રસ્તો મુશ્કેલ. સંજુ સેમસનની 87 રનની તોફાની ઇનિંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું.
  • સંજુ સેમસને 87 રનની અણનમ ઇનિંગ રમી.
  • દિલ્હીનો પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો.
  • ચેન્નઈની પ્લેઓફની આશાઓ વધુ મજબૂત બની.

CSK vs DC IPL 2026: IPL 2026 ની 48મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને અરુણ જેટલી સ્ટેડિયમમાં 8 વિકેટે હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. આ મેચની સૌથી મોટી હાઇલાઇટ સંજુ સેમસનની તોફાની બેટિંગ રહી હતી. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈએ માત્ર 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક સરળતાથી પાર કરી લીધો હતો. આ જીત સાથે ચેન્નઈએ પ્લેઓફમાં જવાની પોતાની આશા મજબૂત કરી છે, જ્યારે દિલ્હી માટે હવે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.

સંજુ સેમસન ઐતિહાસિક રેકોર્ડ બનાવતા ચૂક્યો

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત થોડી નબળી રહી હતી. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ માત્ર 6 રન બનાવીને અને ઉર્વિલ પટેલ 17 રને આઉટ થયા હતા. માત્ર 45 રનના સ્કોર પર 2 વિકેટ પડ્યા પછી સંજુ સેમસન અને કાર્તિક શર્માએ બાજી સંભાળી લીધી હતી. બંનેએ 66 બોલમાં 114* રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. સંજુએ 52 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને અણનમ 87 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જોકે, સંજુ અહીં એક મોટો રેકોર્ડ બનાવતા રહી ગયો. જો તેણે આ મેચમાં સદી ફટકારી હોત, તો તે આ સીઝનમાં 3 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની શક્યો હોત અને વિરાટ કોહલી તેમજ જોસ બટલર જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ ગયો હોત. નોંધનીય છે કે, બટલર અને કોહલીએ એક જ સિઝનમાં સૌથી વધુ 4 સદી ફટકારી છે.

દિલ્હી માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બન્યો

મેચની શરૂઆતની વાત કરીએ તો, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા હતા, જેમાં સમીર રિઝવીએ 40 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફથી બોલિંગમાં નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી. આ હાર દિલ્હી માટે બહુ મોટો ફટકો છે. આ સિઝનમાં 10 મેચમાંથી દિલ્હીનો આ 6ઠ્ઠો પરાજય છે. તેમની પાસે માત્ર 4 જીત સાથે 8 પોઈન્ટ છે. હવે જો તેઓ બાકીની ચારેય મેચ જીતી લે તો પણ 16 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. આવા સંજોગોમાં પ્લેઓફમાં પહોંચવા માટે તેમને એક મજબૂત નેટ રન રેટની જરૂર પડશે, જે હાલમાં ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

ICC T20 Ranking: ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત, પાકિસ્તાન ટોપ-5 માંથી પણ બહાર! જુઓ ટોપ 10 ટીમોનું લિસ્ટ

ચેન્નઈની પ્લેઓફની આશાઓ મજબૂત

બીજી તરફ, આ શાનદાર જીત સાથે રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની પ્લેઓફની યાત્રા વધુ સરળ બનાવી દીધી છે. 10માંથી 5 મેચ જીતીને ચેન્નઈના ખાતામાં હવે 10 પોઈન્ટ છે. હવે ચેન્નઈને વધુ 4 મેચ રમવાની છે અને જો ટીમ આ ચારેય મેચ જીતી લે છે, તો તે 18 પોઈન્ટ પર પહોંચી જશે. આટલા પોઈન્ટ સાથે કોઈપણ ટીમ પ્લેઓફમાં પોતાની જગ્યા એકદમ પાક્કી કરી શકે છે. જોકે, હવે જોવાનું એ રહેશે કે ચેન્નઈ તેની બાકીની 4 લીગ મેચોમાં કેવું પ્રદર્શન કરે છે.

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સના ₹50.7 કરોડ પાણીમાં ગયા! આ 3 ખેલાડીઓ બન્યા 'વિલન'

Frequently Asked Questions

CSK vs DC IPL 2026 માં કઈ ટીમે જીત મેળવી?

CSK vs DC IPL 2026 ની 48મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને 8 વિકેટે હરાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ (DC) એ મેચમાં કેટલા રન બનાવ્યા?

દિલ્હી કેપિટલ્સ (DC) એ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો કયો ખેલાડી મેચનો હીરો રહ્યો?

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી સંજુ સેમસને 52 બોલમાં 87 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

આ જીત બાદ CSK અને DC ની પ્લેઓફની સ્થિતિ શું છે?

આ જીતથી CSK ની પ્લેઓફમાં જવાની આશા મજબૂત થઈ છે, જ્યારે DC માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget