LSG vs CSK: કેએલ રાહુલ ઇજાગ્રસ્ત, આજે પ્લેઇંગ ઇલેવનમાં આ આફ્રિકન ખેલાડીની એન્ટ્રી નક્કી, જાણો
કેએલ રાહુલ હાલમાં ઇજાગ્રસ્ત છે, એટલે શક્ય છે કે તે ચેન્નાઈ સામે મેદાનમાં ના પણ ઉતરી શકે, જોકે, હજુ સુધી રમવા અંગે કોઇ માહિતી સામે આવી નથી.
IPL 2023 Lucknow Super Giants vs Chennai Super Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગની આ 16મી સિઝનમાં આજે 45મી મેચ રમાશે, આજે લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થવાની છે. બન્ને, ટીમો ચેન્નાઈ અને લખનઉ મજબૂત સ્થિતિમાં છે. આ મેચ લખનઉના હૉમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં લડાઇ રોચક બની શકે છે. આ મેચમાં લખનઉને હૉમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. અહીં રમાયેલી ગઇ મેચ વિવાદાસ્પદ રહી હતી. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. રાહુલની ઈજાને લઈને હજુ સુધી કોઇ અપડેટ સામે આવ્યુ નથી, આ સસ્પેન્સની વચ્ચે હવે લાગી રહ્યું છે કે, આજની મેચમાં લખનઉની ટીમમાં કેએલ રાહુલની જગ્યાએ વિદેશી ખેલાડીની એન્ટ્રી થઇ શકે છે.
કેએલ રાહુલ હાલમાં ઇજાગ્રસ્ત છે, એટલે શક્ય છે કે તે ચેન્નાઈ સામે મેદાનમાં ના પણ ઉતરી શકે, જોકે, હજુ સુધી રમવા અંગે કોઇ માહિતી સામે આવી નથી. જો તે આજની મેચમાં નથી રમતો તો રાહુલની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યા ટીમની કમાન સંભાળશે. આ સાથે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર થઇ શકે છે. રાહુલની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકને સ્થાન મળી શકે છે. ડીકૉકે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ નથી રમી શક્યો. તેને ગઇ સિઝનમાં 508 રન બનાવ્યા હતા. ડીકૉક એક સદી અને ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે, ધોની ચેન્નાઈની ટીમે છેલ્લી કેટલીક મેચોથી પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારો કર્યા નથી. આજે પણ બની શકે છે કે, કોઈ ફેરફાર ન કરે. હાલમાં બેન સ્ટૉક્સ ઈજાના કારણે બહાર છે. તેની ફિટનેસને લઈને હજુ સુધી કોઈ અપડેટ નથી. તુષાર દેશપાંડેએ ટીમ માટે શાનદાર બૉલિંગ કરી છે. તેને અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 17 વિકેટ ઝડપી છે. સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે હાલમાં બીજા સ્થાને છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ -
ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), કાઇલી મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટૉઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોણી, કૃષ્ણાપ્પા ગૌતમ, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, અમિત મિશ્રા.
ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ -
ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉન્વે, અજિંક્યે રહાણે, મોઇન અલી, અંબાતી રાયુડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મથીશા પથીરાના, તુષાર દેશપાન્ડે, મહેશ તિક્ષણા..