LSG vs RCB: 'ફ્લિપ' મારનારા ઋષભ પંત પર BCCI એ ઠોક્યો 30 લાખનો દંડ, જાણો શું છે મામલો
IPL 2025: IPL 2025 માં પંતનું વ્યક્તિગત પ્રદર્શન પણ સારું નહોતું, તેણે છેલ્લી મેચ પહેલા રમાયેલી 13 ઇનિંગ્સમાં ફક્ત 151 રન બનાવ્યા હતા

IPL 2025: મંગળવારે સિઝનના છેલ્લા લીગ સ્ટેજ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે RCB સામે 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 'ફ્લિપ' કરીને પોતાની સદીની ઉજવણી કરી હતી, આ તેના માટે સંતોષકારક ઇનિંગ હતી કારણ કે આ પહેલા, આખી સીઝનમાં તેના બેટમાંથી ફક્ત 151 રન જ આવ્યા હતા. મેચ પછી BCCIએ કેપ્ટન પંત પર 30 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો હતો. જ્યારે દિગ્વેશ રાઠી સહિત તમામ ખેલાડીઓની મેચ ફી પણ કાપવામાં આવી હતી.
ઋષભ પંતને ૩૦ લાખ રૂપિયાનો દંડ કેમ ફટકારવામાં આવ્યો ?
LSG કેપ્ટન ઋષભ પંત અને તેની ટીમને RCB સામેની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. IPLની આચારસંહિતા હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સનો આ સિઝનનો ત્રીજો ગુનો હોવાથી, ટીમના કેપ્ટન ઋષભ પંતને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જ્યારે આ મેચમાં બાકીની પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયરને વ્યક્તિગત રીતે ૧૨ લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના ૫૦ ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.
કેપ્ટનની સદી LSGને વિજય અપાવી શકી નહીં
IPL 2025 માં પંતનું વ્યક્તિગત પ્રદર્શન પણ સારું નહોતું, તેણે છેલ્લી મેચ પહેલા રમાયેલી 13 ઇનિંગ્સમાં ફક્ત 151 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં, તેણે 118 રનની અણનમ ઇનિંગ્સ રમી અને ટીમનો સ્કોર 227 સુધી પહોંચાડ્યો. જોકે, LSG આ મોટા સ્કોરનો બચાવ કર્યા પછી પણ હારી ગયું.
They are pumped up & HOW 🥳@RCBTweets enter the 🔝 2️⃣ with momentum led by their charismatic skipper Jitesh Sharma 🔥
— IndianPremierLeague (@IPL) May 27, 2025
Scorecard ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB pic.twitter.com/N0YAz0f95u
ઋષભ પંતે IPL 2025 ની 14 મેચોમાં 24.45 ની સરેરાશથી 269 રન બનાવ્યા હતા, જે તેની કિંમતને અનુરૂપ નથી. તેને લખનૌએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, એવી અપેક્ષા હતી કે તે ટીમ માટે ખિતાબ જીતશે પરંતુ તેની ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ.
જીતેશ શર્મા જીતનો હીરો બન્યો
આરસીબીના કેપ્ટન જીતેશ શર્મા, જેમણે 33 બોલમાં 85 રન બનાવ્યા, તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ઇનિંગમાં તેમણે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. આ પહેલા ફિલ સોલ્ટ (30) અને વિરાટ કોહલી (54) એ શાનદાર શરૂઆત આપી હતી. મયંક અગ્રવાલે પણ 23 બોલમાં 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ જીત સાથે, આરસીબીએ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સફર પૂર્ણ કરી.




















