IPL અંતિમ તબક્કા, હવે માત્ર 11 મેચો બાકી છતાં પ્લેઓફની ચિત્ર નથી થયુ સ્પષ્ટ, જાણો કોણ થશે બહાર ને કોણ અંદર ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ના પ્લેઓફમાં પહોંચવાનું નક્કી છે. બંને ટીમ પ્લેઓફની રેસથી માત્ર એક જીત દુર છે.
IPL 2023 Playoffs Race: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ડબલ હેડર મેચ રમાશે, જોકે, આ પહેલા અહીં જાણી લેવું જરૂરી છે કે, આઇપીએલ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે છતાં પણ પ્લેઓફની રેસ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શકી. જેમ જેમ IPL 2023ની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ટૂર્નામેન્ટ રોચક બની રહી છે, હવે ટૂર્નામેન્ટમાં માત્ર 11 મેચો જ બાકી રહી છે. આવામાં મોટાભાગની ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવા લાગી છે. સિઝનની પ્લેઓફની રેસ ખુબ જ રોમાંચક બની છે. અત્યાર સુધી કોઈ ટીમ પ્લેઓફમાં ક્વૉલિફાય થઈ શકી નથી, પરંતુ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની ખુબ નજીક આવીને ઉભી છે. આ બંને ટીમો અંતિમ ચારમાં પહોંચવાથી માત્ર 1 જીત દૂર છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જાણો અહીં કઇ ટીમ હવે અંદર છે અને કઇ ટીમ થઇ છે બહાર....
આ ટીમો પાસે છે બેસ્ટ મોકો -
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ના પ્લેઓફમાં પહોંચવાનું નક્કી છે. બંને ટીમ પ્લેઓફની રેસથી માત્ર એક જીત દુર છે. આ બે ટીમો ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર ટક્કર છે, કેમ કે આ ટીમો પણ રેસ માટે હજુ પણ મેદાનમાં છે, પ્લેઓફમાં માટે કોઇપણ ટીમે ક્વોલિફાઈ થઇ શકે છે. પ્લેઓફમાં ગુજરાત અને ચેન્નાઈ ટૉપ પર રહે અને બાકીના બે સ્લૉટ માટે 6 ટીમો વચ્ચે જોરદાર જંગ જામશે. આ ટીમોએ પ્લેઓફમાં ક્વૉલિફાય થવા માટે પોતાની બાકીની મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. જે ટીમ આમાંથી એક મેચ પણ હારશે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો આ છ ટીમોમાંથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને છોડી દેવામાં આવે તો બાકીની ટીમોએ 2-2 મેચ રમવાની છે. RCB IPL 2023માં અત્યાર સુધીમાં 11 મેચ રમી ચૂક્યું છે અને તેને હજુ 3 મેચ રમવાની છે.
દિલ્હી અને હૈદરાબાદ બહાર -
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો ઈન્ડિયન પ્રીમિયર લીગ આ સિઝનમાંથી બહાર થઇ ગઇ છે, હવે તે પ્લેઓફની રેસમાં નથી. 13 મેના પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ દિલ્હીની ટીમ ટૉપ ફૉરની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદને પણ લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હૈદરાબાદની ટીમ હજુ સત્તાવાર રીતે IPL 2023માંથી બહાર નથી થઈ, પરંતુ તેના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ખુબ જ ઓછી છે. આઈપીએલની 16મી સિઝનમાં હૈદરાબાદે 11 મેચ રમી છે જેમાં 4માં જીત અને 7માં હાર થઈ છે. સનરાઇઝર્સે હજુ ત્રણ મેચ રમવાની છે. ધારો કે, હૈદરાબાદની ટીમ બાકીની તમામ મેચો જીતી જાય તો તે 14 પૉઈન્ટ સાથે તેના અભિયાનનો અંત કરશે, પરંતુ 14 પૉઈન્ટ મેળવનારી ટીમ કોઈપણ સંજોગોમાં આઈપીએલ 2023ના પ્લેઓફમાં ક્વૉલિફાઈ કરી શકશે નહીં. જેના કારણે હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.