મુંબઇ ઇન્ડિયન્સના શૂટમાં વચ્ચે મસ્તી કરવા લાગ્યો રોહિત શર્મા, દીકરી સમાયરા સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો
શૂટિંગ દરમિયાન પડદા પાછળનો આ વીડિયો શેર કરતા રોહિત શર્માએ લખ્યું- કેમ્પેઇનનો આ હિસ્સો જેને તમે જોઇ નથી શકતા. આ વીડિયોમાં રોહિત થોડો હટકે દેખાઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં રોહિત દીકીર સમાયરા સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા પોતાની આઇપીએલ ફ્રેન્ચાઇજી મુંબઇ ઇન્ડિયન્સ માટે શૂટ કરતો દેખાઇ રહ્યો છે. તેને આ શૂટિંગ દરમિયયાન સેટ પર થયેલી મસ્તીને પોતાના ફેન્સ સાથે શેર કરી છે. રોહિત દીકરી સાથે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે.
શૂટિંગ દરમિયાન પડદા પાછળનો આ વીડિયો શેર કરતા રોહિત શર્માએ લખ્યું- કેમ્પેઇનનો આ હિસ્સો જેને તમે જોઇ નથી શકતા. આ વીડિયોમાં રોહિત થોડો હટકે દેખાઇ રહ્યો છે. સામાન્ય રીતે તે શાંત દેખાય છે, પરંતુ અહીં તે શૂટિંગ સ્ટાફની સાથે એકદમ દિલખુશ અંદાજમાં દેખાઇ રહ્યો છે.
View this post on Instagram
આજથી બે દિવસ બાદ આઇપીએલની નવી સિઝનની શરૂઆત થઇ રહી છે. તમામ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પોતાની તૈયારીઓ પર તો ધ્યાન આપી જ રહી છે, સાથે સાથે પોતાની ટીમના પ્રમૉશન માટે પણ ખુબ વીડિયો કન્ટેન્ટ શેર કરી રહી છે. છેલ્લા એક મહિનાથી લગભગ તમામ ફ્રેન્ચાઇઝી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવી દેખાઇ રહી છે. ફ્રેન્ચાઇઝી પોત પોતાની ટીમોની આઇપીએલ તૈયારીઓના ફોટા અને વીડિયો સાથે સાથે ખેલાડીઓના ઇન્ટરવ્યૂ અને મોજમસ્તીના તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી રહી છે.
આ પણ વાંચો........
Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ
DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે
અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે
Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન