'આ ક્રિકેટ છે, ફૂટબૉલ નથી કે બેટ્સમેનને પાછો બોલાવી લેવાય' કહીને કયા દિગ્ગજે પંતને ઝાટક્યો, જુઓ વીડિયો
પીટરસને આગળ કહ્યું કે, મને ખબર નથી પડતી કે આ લોકો પોતાની જાતને શું સમજી રહ્યાં છે, પરંતુ આ તેમની મોટી ભૂલ છે.
મંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇરાત્રે દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચમાં એક જોરદાર અને વિચિત્ર ઘટના જોવા મળી, આ મેચમાં છેલ્લી ઓવરમાં નૉ બૉલનુ નાટક થયુ અને તેના કારણે દિલ્હીનો કેપ્ટન પંત ગુસ્સે ભરાયો, ખરેખરમાં મેકૉય દ્વારા પૉવેલને કમરથી ઉપરના ભાગમાં સીધો ફૂલટૉસ બૉલ ફેંકવામા આવ્યો હતો, આ બૉલ પર પૉવેલે છગ્ગો ફટકારી દીધો પરંતુ, આ બૉલને લઇને પંત અને દિલ્હીનો સ્ટાફ ચોંકી ગયો, અને એમ્પાયર પાસે નૉ બૉલની માંગ કરવા લાગ્યો, પરંતુ એમ્પાયરે આ બૉલને સામાન્ય બૉલ ગણાવ્યો હતો.
આ નૉ બૉલના નાટકને લઇને મેચમાં મોડુ થયુ અને અંતે પંતે પૉવેલ અને કુલદીપને પાછા બોલાવવા માટે ઇશારો કરી દીધો હતો, આ વાતને લઇને હવે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસને પંતની ઝાટકણી કાઢી છે.
પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર કેવિન પીટરસન પંતના વલણથી નારાજ છે, તેને સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા કહ્યું કે, આ ક્રિકેટર છે, ફૂટબૉલ નથી કે તમે પીચ પર રહેલા બેટ્સમેનને પાછો બોલાવી શકો. અહીં એમ્પ્યારના નિર્ણયને માન્ય રાખવો પડે છે. ખાસ વાત છે કે મેચ દરમિયાન મેદાની એમ્પાયર તરીકે નીતિન મેનન અને નિખિલ પટવર્ધન હતા.
પીટરસને સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા કહ્યું કે, એમ્પાયરના ફેંસલા કરતા વધુ ચિંતા એ વાતની છે કે દિલ્હીની ટીમનુ વર્તન ખરાબ છે, મને નથી લાગતુ કે પોન્ટિંગ ત્યાં હોય તો આ બધુ થયુ હોત.
પીટરસને આગળ કહ્યું કે, મને ખબર નથી પડતી કે આ લોકો પોતાની જાતને શું સમજી રહ્યાં છે, પરંતુ આ તેમની મોટી ભૂલ છે.
સૌથી મોટી ભૂલ તો કૉચનુ મેદાનમાં આવવુ અને એમ્પાયરને સમજાવવા લાગવાનુ છે, એક કૉચ ટીમનો સીનિયર મેમ્બર હોય છે, તેનુ મેદાનમાં ઘૂસી જવુ સમજી નથી શકાતુ. પંત ખેલાડીઓને બોલાવી રહ્યો હતો, તે મેચને બંધ કરવા માંગતો હતો, મારા માટે આ અસ્વીકાર્ય વાત છે, મને આશા છે કે આવુ ક્રિકેટમાં ફરીથી નહીં જોઉં, આપણે ક્રિકેટને આ રીતે નથી રમી શકતા.