KKR vs RCB LIVE Score: રોમાંચક મુકાબલામાં કોલકત્તાએ બેંગલુરુને એક રનથી હરાવ્યું, રસેલની ત્રણ વિકેટ
IPL 2024 KKR vs RCB: આઇપીએલ 2024ની 36મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
LIVE

Background
કોલકત્તાનો એક રનથી વિજય
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા. જવાબમાં કોહલી અને ફાફ સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ વિલ જેક્સ અને રજત પાટીદારે અડધી સદી ફટકારીને મેચની બાજી પલટી હતી. એવું લાગતું હતું કે આરસીબી આસાનીથી જીતી જશે, પરંતુ પછી આન્દ્રે રસેલ અને સુનીલ નરેને પોતપોતાની ઓવરમાં બે-બે વિકેટ લઈને મેચને બદલી નાખી હતી. 19મી ઓવરના છેલ્લા બોલ પર કાર્તિક આઉટ થયો ત્યારે કેકેઆરની જીત નિશ્ચિત હતી. જો કે, ત્યાર બાદ કર્ણ શર્માએ છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સ ફટકારીને મેચને રોમાંચક બનાવી હતી. હવે આરસીબીને બે બોલમાં ત્રણ રનની જરૂર હતી. પરંતુ ત્યારબાદ KKR એ મેચ એક રનથી જીતી લીધી હતી.
રસેલે રજત અને જેક્સને કર્યા આઉટ
આંન્દ્રે રસેલ અને રજત પાટીદારે વિલ જેક્સને આઉટ કરી મેચમાં કેકેઆરની વાપસી કરાવી છે. જેક્સ 32 બોલમાં 55 અને રજત પાટીદાર 23 બોલમાં 52 રન કરી આઉટ થયો હતો.
રજત પાટીદારે ફક્ત 21 બોલમાં ફટકારી અડધી સદી
રજત પાટીદાર અને વિલ જેક્સે તોફાની ભાગીદરી કરી હતી. રજતે ફક્ત 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. 11 ઓવર બાદ આરસીબીનો સ્કોર બે વિકેટ પર 137 રન છે.
સુયષ શર્માની ઓવરમાં આવ્યા 22 રન
રજત પાટીદારે સુયષ શર્માની ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. તેણે બે સિક્સ અને બે ચોગ્ગા માર્યા હતા.
વિલ જેક્સે 29 બોલમાં ફટકારી અડધી સદી
વિલ જેક્સે આઇપીએલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે ચાર ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી ફક્ત 29 બોલમાં અડધી સદી પુરી કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
