IPL 2025: રોમાંચક મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને માત્ર 1 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત
કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું. આ મેચમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 206 રન બનાવ્યા હતા.

KKR vs RR Highlights IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું. આ મેચમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 206 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 205 રન જ બનાવી શક્યું હતું. આ મુકાબલામાં, રિયાન પરાગે 95 રનની ઇનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી શક્યો નહીં. આ સાથે KKR એ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
રાજસ્થાન રોયલ્સને 207 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 4 રન બનાવ્યા અને આઈપીએલમાં ડેબ્યૂ કરનાર કુણાલ સિંહ રાઠોડ પોતાની પહેલી મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહીં. રાજસ્થાને 8 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલને ચોક્કસપણે સારી શરૂઆત મળી હતી પરંતુ 21 બોલમાં 34 રન બનાવીને આઉટ થઈ ગયો.
ધ્રુવ જુરેલ અને વાનિન્દુ હસરંગા પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યા નહીં અને અડધી ટીમ 71 રનમાં આઉટ થઈ ગઈ. પરંતુ રિયાન પરાગે એક છેડો પકડી રાખ્યો અને 45 બોલમાં 95 રનની શાનદાર ઈનિંગ રમી. તેણે શિમરોન હેટમાયર સાથે 92 રનની ભાગીદારી કરીને રાજસ્થાનને મેચમાં પરત ફરવામાં મદદ કરી. હેટમાયર 23 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો.
Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜
— IndianPremierLeague (@IPL) May 4, 2025
Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw
રિયાન પરાગની મહેનત વ્યર્થ ગઈ
આ મેચમાં રિયાન પરાગે 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને આ દરમિયાન તેણે હેટમાયર સાથે મળીને એક ઓવરમાં 32 રન બનાવ્યા. તેણે મેચમાં 45 બોલમાં 95 રનની ઇનિંગ રમી, જે દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. RRનો વિજય લગભગ નિશ્ચિત લાગતો હતો, પરંતુ 18મી ઓવરમાં, હર્ષિત રાણાએ તેને 95 રનમાં આઉટ કરીને KKRને મેચમાં પરત લાવ્યું.
છેલ્લી 2 ઓવરમાં 33 રનની જરૂર હતી
રાજસ્થાન રોયલ્સને છેલ્લી 2 ઓવરમાં જીત માટે 33 રનની જરૂર હતી અને રિયાન પરાગના આઉટ થતાં રાજસ્થાનની મુશ્કેલીઓ વધવા લાગી. આન્દ્રે રસેલે 19મી ઓવરમાં 11 રન આપ્યા, જેના કારણે RR ને છેલ્લા 6 બોલમાં ૨૨ રનનો લક્ષ્યાંક મળ્યો. રાજસ્થાનને જીતવા માટે છેલ્લા બોલ પર 3 રન બનાવવાના હતા, પરંતુ રાજસ્થાન ફક્ત એક જ રન બનાવી શક્યું.




















