હૈદરાબાદની હીરો રાહુલ ત્રિપાઠીએ IPLમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, આમ કરનારો ત્રીજો ક્રિકેટર બન્યો, જાણો......
હૈદરાબાદની આ જીતમાં રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમે શાનદાર ઇનિંગ રમી. રાહુલે 37 બૉલમાં 71 રન બનાવ્યા, તેની આ ઇનિંગના કારણે તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે.
SRH vs KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાયેલી ગઇકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદારાબાદે 7 વિકેટ જીત હાંસલ કરી. આ મેચમાં કેકેઆરએ આપેલા 176 રનના લક્ષ્યનો હૈદરાબાદની ટીમે આસાનીથી હાંસલ કરી લીધો અને આ સિઝનમાં જીતની હેટ્રિક લગાવી દીધી હતી.
હૈદરાબાદની આ જીતમાં રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમે શાનદાર ઇનિંગ રમી. રાહુલે 37 બૉલમાં 71 રન બનાવ્યા, તેની આ ઇનિંગના કારણે તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. તે હૈદરાબાદ માટે સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારવાના મામલે ચોથા નંબર પર આવી ગયો છે.
હૈદરાબાદ માટે રમતા સૌથી ફાસ્ટ અડધીસદી ફટકારવાનો રેકોર્ડ વૉર્નરના નામે છે, તેને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ માત્ર 20 બૉલમાં ફિફ્ટી ફટાકરી દીધી હતી. આ પછી તેને ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પણ 20 બૉલમાં હાફ સેન્ચૂરી લગાવી દીધી હતી. વળી, હેનરિક્સે પણ 20 બૉલમાં હાફ સેન્ચૂરી ફટાકરી હતી. હૈદારાબાદ માટે ઝડપી હાફ સેન્ચૂરી ફટકારવાના લિસ્ટમાં હવે રાહુલ પણ સામેલ થઇ ગયો છે.
કેકેઆર વિરુદ્ધ રમાયેલી મેચમાં રાહુલ ત્રિપાઠીએ માત્ર 21 બૉલમાં ફિફ્ટી ફટકારી દીધી. આ પહેલા વૉર્નર પણ 21 બૉલમાં હાફ સેન્ચૂરી ફટકારવાનો કમાલ કરી ચૂક્યો છે. તેને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ આ કમાલ કર્યો હતો. જો ઓવરઓલ નજર નાંખીએ તો આ ઉપલબ્ધિ કેએલ રાહુલના નામે નોંધાયેલી છે. રાહુલે 14 બૉલમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાફ સેન્ચૂરી ફટકારી હતી, પેટ કમિન્સ પણ 14 બૉલમાં ફિફ્ટી લગાવી ચૂક્યો છે.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો