KKR vs SRH Live Score: SRHની સૌથી મોટી હાર, કોલકાતા 80 રનથી જીત્યું; ઐયર-રઘુવંશી પછી વૈભવ-ચક્રવર્તી ચમક્યા
IPL KKR vs SRH Live Score: SRH એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, KKR ની બેટિંગ શરૂ; જાણો હેડ ટુ હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન.

Background
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: IPL 2025 ની આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ અહીં મેળવો. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે, એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ બેટિંગ કરશે. પ્લેઈંગ ઈલેવન જોયા બાદ તમને પણ આશ્ચર્ય થશે!
આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમોએ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાંથી માત્ર એક જ મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં KKR 10મા અને હૈદરાબાદ 8મા ક્રમે છે, તેથી બંને ટીમો માટે આજની મેચ ખૂબ જ મહત્વની છે.
હેડ ટુ હેડ રેકોર્ડ:
કોલકાતા નાઈટ રાઈડર્સ હંમેશા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મજબૂત રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોમાં KKR એ 19 મેચ જીતી છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માત્ર 9 મેચ જીતવામાં સફળ રહી છે. ખાસ કરીને 2020 થી, KKR એ હૈદરાબાદ સામે 11 માંથી 9 મેચ પોતાના નામે કરી છે.
પિચ રિપોર્ટ:
કોલકાતાના ઈડન ગાર્ડન્સની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે સારી માનવામાં આવે છે. જો કે, સ્પિનરોને પણ અહીં ઘણી મદદ મળી શકે છે. IPL 2025 માં અહીંની પિચને લઈને થોડો વિવાદ પણ ચાલી રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પિચ KKR ની તરફેણમાં તૈયાર કરવામાં આવી નથી. હાલની પરિસ્થિતિમાં અહીં લક્ષ્યનો પીછો કરવો પ્રમાણમાં સરળ રહે છે, જેના કારણે ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, જે આજે SRH એ કર્યું છે.
કોણ જીતશે? મેચની આગાહી:
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની આજની મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ભલે કાગળ પર થોડું મજબૂત દેખાઈ રહ્યું હોય, પરંતુ ઈડન ગાર્ડન્સમાં KKR ને હરાવવું કોઈપણ ટીમ માટે સરળ નથી. આ મેચમાં પીછો કરનારી ટીમને જીતવાની વધુ તક દેખાઈ રહી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન (પ્લેઈંગ ઈલેવન જોઈને તમને આશ્ચર્ય થશે): સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઈન અલી, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયર: વૈભવ અરોરા
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને જીશાન અંસારી.
ઈમ્પેક્ટ પ્લેયર: એડમ ઝમ્પા
KKR vs SRH Live Score: KKR એ SRH ને 80 રનથી હરાવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવીને IPL 2024 માં શાનદાર જીત મેળવી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 16.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કોલકાતા તરફથી વેંકટેશ અય્યર અને અંગક્રિશ રઘુવંશીએ અડધી સદી ફટકારી હતી. અય્યરે 51 રન બનાવ્યા હતા, જ્યારે રઘુવંશીએ 54 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેની શાનદાર બેટિંગની મદદથી KKR એ 200 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. હેનરિક ક્લાસને 33 રન બનાવ્યા હતા, જ્યારે કામિન્દુ મેન્ડિસે 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો ન હતો.
KKR તરફથી વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી. બંને બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ બંનેની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
KKR vs SRH Live Score: ચક્રવર્તી હેટ્રિક ચૂકી ગયો
વરુણ ચક્રવર્તી 16મી ઓવરમાં હેટ્રિક લેવાનું ચૂકી ગયો. તેણે પહેલા પેટ કમિન્સને આઉટ કર્યો અને પછી સિમરજીત સિંહને વોક કર્યો. હૈદરાબાદે 114 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે.




















