IPL 2022 Final: લોકી ફર્ગ્યુસને IPLના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ ફેંકી ઉમરાન મલિકનો રેકોર્ડ તોડ્યો
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે આઈપીએલ 2022ની ફાઈનલ મેચ રમાઈ.
Lockie Ferguson Fastest Ball GT vs RR IPL 2022 Final: રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે આઈપીએલ 2022ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતના બોલર લોકી ફર્ગ્યુસને ઉમરાન મલિકનો રેકોર્ડ તોડ્યો છે. ફર્ગ્યુસને આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ ફેંક્યો છે. ફર્ગ્યુસને 157.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ બોલ ફેંક્યો હતો. ઉમરાન મલિક એક ભારતીય ખેલાડી તરીકે આઈપીએલમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર છે.
રાજસ્થાનની બેટિંગ દરમિયાન ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 5મી ઓવરમાં બોલિંગ કરવા માટે ફર્ગ્યુસનને બોલ આપ્યો હતો. આ ઓવરના છેલ્લા બોલ પર ફર્ગ્યુસને સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. આ બોલની ઝડપ 157.3 કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી. ફર્ગ્યુસને આ જ ઓવરની ચોથી બોલ પણ ઘણી ફાસ્ટ ફેંકી હતી. આ બોલની ઝડપ 153 કિમી પ્રતિ કલાક નોંધઈ હતી. ફર્ગ્યુસનની પહેલાં શૉન ટૈટે પણ આઈપીએલમાં 157.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો.
જો આઈપીએલમાં ભારતીય બોલરની વાત કરીએ તો ઉમરાન મલિકે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાને 157 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. ફર્ગ્યુસને ઉમરાનનો આ રેકોર્ડ ફાઈનલ મેચમાં તોડ્યો છે.
આઈપીએલના ઈતિહાસની સૌથી ફાસ્ટ બોલિંગઃ
લોકી ફર્ગ્યુસન - 157.3 કિમી/ કલાક
શૉન ટૈટ - 157.3 કિમી/ કલાક
ઉમરાન મલિક - 157 કિમી/ કલાક
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ 11ઃ રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, યશ દયાલ.
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11ઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડીકલ, શિમરન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, પ્રણંદ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ