
MI vs CSK: મુંબઈ ઈંડિયન્સની સીઝનની સતત 7મી હાર, ધોનીએ છેલ્લી ઓવરમાં રોમાંચક જીત અપાવી
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સૌથી સક્સેસ ટીમો આમને સામને આવશે, જોકે, આ બન્ને ટીમોની આ સિઝન એકદમ ખરાબ રહી છે. એકબાજુ મુંબઇ છે તો બીજીબાજુ ચેન્નાઇ. બન્ને ટીમો આ વખતે કુલ 6-6 મેચો રમી ચૂકી છે.
LIVE

Background
IPL News: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સૌથી સક્સેસ ટીમો આમને સામને આવશે, જોકે, આ બન્ને ટીમોની આ સિઝન એકદમ ખરાબ રહી છે. એકબાજુ મુંબઇ છે તો બીજીબાજુ ચેન્નાઇ. બન્ને ટીમો આ વખતે કુલ 6-6 મેચો રમી ચૂકી છે. ચેન્નાઇની વાત કરીએ તો ચેન્નાઇ 6માંથી પાંચમા હાર અને એકમાત્ર જીત મેળવી શકી છે. જ્યારે બીજીબાજુ મુંબઇની ટીમ હજુ સુધી 6 મેચો રમી ચૂકી છે પરંતુ જીતનુ ખાતુ નથી ખોલાવી શકી.
જાણો બન્ને ટીમોને અત્યાર સુધી આમને સામને કેવુ રહ્યું છે પરફોર્મન્સ - ચેન્નાઇ અને મુંબઇ આઇપીએલ ઇતિહાસની સૌથી સફળ બે ટીમો છે. અત્યારુ સુધી બન્ને ટીમો કુલ 32 વાર આમને સામને ટકરાઇ છે, આમાંથી 19 મેચોમાં મુંબઇ જીતી છે. તો 13 મેચોમાં ચેન્નાઇએ બાજી મારી છે. જો બન્ને ટીમોના છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો મુંબઇ ત્રણ અને ચેન્નાઇ બે મેચો જીતી શકી છે. આ રીતે જોઇએ તો મુંબઇનુ પલડુ ભારે રહ્યું છે. જોકે આ સિઝનમાં ચેન્નાઇ એક મેચ જીતી શકી છે પરંતુ મુંબઇ પહેલી જીતની શોધમાં છે.
20મી ઓવરમાં 17 રનની જરુર હતી
20મી ઓવરમાં 17 રનની જરુર હતી ત્યારે ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન ફટકાર્યા હતા અને ચેન્નાઈ 3 વિકેટે જીતી ગયું. આ સાથે મુંબઈ આ સિઝનમાં સતત 7 મેચ હારી ગયુ છે.
ધોનીએ વિનિંગ ફોર મારી ચેન્નાઈને જીતાડ્યું
ધોનીએ વિનિંગ ફોર મારી ચેન્નાઈને જીતાડ્યું. ધોનીએ 13 બોલમાં 28 રન ફટકારી જીત અપાવી.
ચેન્નાઈનો સ્કોર - 139 રન પર 7 વિકેટ
ડ્વેન પ્રિટોરીયસ 14 બોલમાં 22 રન બનાવી આઉટ, ચેન્નાઈને જીત માટે 5 બોલમાં 17 રનની જરુર. ચેન્નાઈનો સ્કોર - 139 રન પર 7 વિકેટ
જાડેજા 8 બોલમાં 3 રન બનાવી આઉટ
ચેન્નાઈનો કેપ્ટન જાડેજા 8 બોલમાં 3 રન બનાવી આઉટ. હાલ ધોની અને પ્રેટોરીયસ રમતમાં. ચેન્નાઈનો સ્કોર 108 રન પર 6 વિકેટ.
અંબાતી રાયડુ 35 બોલમાં 40 રન બનાવી આઉટ
અંબાતી રાયડુ 35 બોલમાં 40 રન બનાવી આઉટ. હાલ ધોની અને જાડેજા રમતમાં. ચેન્નાઈને જીત માટે 30 બોલમાં 53 રનની જરુર.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

