શોધખોળ કરો

RCB vs CSK: આજની મેચમાં ધોની નહીં રમે ? ફિટનેસ પર સામે આવ્યુ મોટુ અપડેટ

ધોની સિવાય ટીમના બીજા કેટલાય ખેલાડીઓ પણ હાલમાં ઈજા સામે ઝઝૂમી રહ્યા છે.

MS Dhoni Fitness, RCB vs CSK: ઇન્ડિયન પ્રીમિયર લગીમાં આજે (17 એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમો આમને-સામને ટકરાશે. આજની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. જોકે, આ મેચ પહેલા સૌથી મોટુ અપડેટ સામે આવ્યુ છે કે, શું આજની મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપલબ્ધ રહેશે કે નહીં, આ અંગે સવાલો ઉઠી રહ્યાં છે. ધોની ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ફેન્સને આશા છે કે RCB સામે આજની મેચમાં ધોની ટીમ ચેન્નાઈની કમાન સંભાળશે. ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથે પણ ધોનીના રમવાની આશા વ્યક્ત કરી છે.

શું આજે રમશે ધોની ?
કાશી વિશ્વનાથને સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યુ હતુ કે - "મને નથી લાગતું કે તે મેચ ચૂકી જશે, પરંતુ અમારે રાહ જોવી પડશે." આ પહેલા 17 માર્ચે રાજસ્થાન રૉયલ્સ સામે રમાયેલી મેચ બાદ ધોની સ્તબ્ધ જોવા મળ્યો હતો. રાજસ્થાન સામે રમાયેલી મેચમાં ધોનીએ 17 બૉલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. જોકે તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો.

ટીમના આ ખેલાડી પણ છે ઇજાથી પરેશાન  
ધોની સિવાય ટીમના બીજા કેટલાય ખેલાડીઓ પણ હાલમાં ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. જેમાં ટીમના સ્ટાર ફાસ્ટ બૉલર દીપક ચહર અને સિસાન્ડા મગાલાનો સમાવેશ થાય છે. મગાલા લગભગ બે અઠવાડિયાથી ટીમની બહાર છે. આ ઉપરાંત ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ મહિનાના અંત સુધીમાં પોતાની સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવી શકશે.

અત્યાર સુધી શાનદાર ફોર્મમાં દેખાયો છે ધોની 
ઉલ્લેખનીય છે કે, IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોની અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેને ટીમ માટે કેટલીક શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ રમી છે. અત્યાર સુધીની ધોનીની ત્રણ ઇનિંગ્સમાંથી તેને 2 વખત અણનમ વાપસી કરી છે. ધોનીએ ગુજરાત સામેની પ્રથમ મેચમાં 14 અણનમ, લખનઉ સામેની બીજી મેચમાં 12 અણનમ અને રાજસ્થાન સામેની મેચમાં 32 અણનમ રન બનાવ્યા હતા.

શું મેચ દરમિયાન વરસાદ વરસશે ?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.   બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, પરંતુ શું આ મેચમાં વરસાદ વિલન બનશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે બેંગ્લોરનું આકાશ મોટાભાગે વાદળછાયું રહેશે.  આ સાથે હળવો વરસાદ પણ પડી શકે છે. જો વરસાદ પડે તો ક્રિકેટ ચાહકોને નિરાશ થવું પડી શકે છે. સોમવારે બેંગ્લોરનું સરેરાશ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

Embed widget