MI vs RCB Pitch Report: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ બનામ બેંગાલુરૂ મેચ, જાણો પીચથી કોને થશે ફાયદો
Wankhede stadium pitch report: આજે આઇપીએલ મેચ નંબર 20 મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરૂની વચ્ચે રમાશે. જાણીએ પીચનો કેવો રહેશે મિજાજ અને હવામાન કેવું રહેશે.

MI vs RCB 2025 Pitch Report: આઇપીએલમાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરૂની વચ્ચે મેચ રમાશે. એક તરફ વિરાટ કોહલી હશે તો બીજી તરફ રોહિત શર્મા હાર્દિક પંડયાની કપ્તાનીવાળી ટીમ માટે રાહતની વાત એ છે કે, જસપ્રીત બુમરાહ ટીમમાં પરત આવશે, હવે જોવાનું એ રહ્યું કે તે આરસીબીની વિરૂદ્ધ રમશે કે કેમ. ચાલો જાણીએ કે, વાનખેડે સ્ટેડિયમમાં બેટિંગ કે બોલિંગ કોના માટે વધુ મદદગાર સાબિત થશે. જાણીએ આ સ્ટેડિયમની પીચનો રેકોર્ડ કેવો છે. અને મેચ દરમિયાન હવામાન કેવું રહેશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આજની મેચ તેમની સિઝનની ચોથી મેચ હશે, આ પહેલા ટીમે 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, ટીમે 4માંથી માત્ર 1 મેચ જીતી છે, તે યાદીમાં 8માં નંબર પર છે.
વાનખેડે સ્ટેડિયમમાં IPL રેકોર્ડ
વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 117 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમનો હાથ ઉપર હોવાનું જણાય છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 54 વખત જીત મેળવી છે અને ટાર્ગેટનો પીછો કરતી ટીમે 63 વખત જીત મેળવી છે.
ટોસ જીતનાર ટીમ જીતી - 61 વખત
ટોસ હારેલી ટીમ જીતી - 56 વખત
વાનખેડે સ્ટેડિયમમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર – 235 (RCB દ્વારા MI સામે બનાવેલ)
સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર – 133 અણનમ (RCB ખેલાડી એબી ડી વિલિયર્સે MI સામે બનાવ્યો)
બેસ્ટ સ્પેલ 5/18 (MI ખેલાડી હરભજન સિંહ CSK સામે)
વાનખેડે સ્ટેડિયમ પિચ રિપોર્ટઃ પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમમાં બોલરો કરતાં બેટ્સમેનોને વધુ મદદ મળે છે. અલબત્ત, આ સ્ટેડિયમમાં સર્વશ્રેષ્ઠ સ્પેલ હરભજન સિંહના નામે છે, પરંતુ અહીં સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરોને થોડી વધુ મદદ મળશે. અહીં લક્ષ્યનો પીછો કરવો સારો નિર્ણય હશે, ઝાકળ મોટી ભૂમિકા ભજવશે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 200થી ઉપરનો સ્કોર કરવાનો પ્રયાસ કરવો પડશે. જો લક્ષ્યાંક આનાથી ઓછો હશે તો બીજી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
આજે મુંબઈનું હવામાન કેવું રહેશે?
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં વરસાદ કોઈ અવરોધ નહીં બને. મેચ દરમિયાન શહેરનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે, હવામાન સ્વચ્છ રહેશે અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

