IPL 2025 Final: IPL ફાઇનલ અગાઉ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
IPL 2025 Final: બોર્ડે 2025-26 સીઝન માટે તેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. તેમાં 20 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

IPL 2025 Final : ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની ફાઇનલ નજીક આવી રહી છે તેમ તેમ વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ લીગ પર ટકેલી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) એ એક મહત્વપૂર્ણ અને રસપ્રદ નિર્ણય લીધો છે. બોર્ડે 2025-26 સીઝન માટે તેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. તેમાં 20 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ચાર નવા ચહેરાઓ પણ સામેલ થયા છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાયલ જેમિસન, જે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં જોડાયો હતો, તેનો પણ આ કોન્ટ્રાક્ટ યાદીમાં સમાવેશ કરાયો છે.
IPLના આ ખેલાડીને ફરીથી સ્થાન મળ્યું
આ સીઝનમાં પંજાબ કિંગ્સ માટે રમી રહેલા ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને ન્યૂઝીલેન્ડ બોર્ડ દ્વારા ફરીથી કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. IPL 2025માં ઇજાગ્રસ્ત ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે જેમિસન ટીમમાં આવ્યો હતો, અને તેણે તકનો પૂરો લાભ ઉઠાવીને પોતાને ફરીથી સાબિત કર્યો હતો. જેમિસન ઘણી વખત ટીમમાં અંદર અને બહાર રહ્યો છે, પરંતુ આ વખતે તેનું પ્રદર્શન પસંદગીકારોના ધ્યાનમાં આવ્યું. જેમિસન 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો પણ ભાગ રહી ચૂક્યો છે.
ચાર નવા નામોની એન્ટ્રીએ ચર્ચામાં વધારો કર્યો
આ વખતની કોન્ટ્રાક્ટ યાદીમાં સૌથી મોટી વાત એ હતી કે ચાર એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ ખેલાડીઓ છે મિચ હે, મુહમ્મદ અબ્બાસ, જેક ફોલ્કેસ, આદિત્ય અશોક.
ગયા વર્ષે બ્લેક કેપ્સ માટે આ બધાને ખૂબ જ મર્યાદિત તકો મળી હતી પરંતુ આ યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી પસંદગીકારોનો વિશ્વાસ જીતી લીધો છે. હવે એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓ જુલાઈમાં ઝિમ્બાબ્વે પ્રવાસ અને આગામી સ્થાનિક સીઝનમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ન્યૂઝીલેન્ડ બોર્ડે કરારમાં કુલ 20 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમના નામ છે
મુહમ્મદ અબ્બાસ, આદિત્ય અશોક, ટોમ બ્લંડેલ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, જેકબ ડફી, ઝેક ફોલ્કેસ, મિચ હે, મેટ હેનરી, કાઇલ જેમિસન, ટોમ લાથમ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, વિલિયમ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, વિલ યંગ.




















