PBKS vs MI, IPL 2023 : પંજાબને હરાવી મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર જીત
પંજાબ અને મુંબઈ વચ્ચે આઈપીએલમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15 જીત સાથે બરાબરી પર છે. જ્યારે પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં બંને વચ્ચે 10 મેચ રમાઈ છે. .
LIVE
Background
PBKS vs MI Live : આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને ટકરાઈ રહી છે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિઝનની શરૂઆતમાં જ્યારે આ બંને ટીમો સામસામે હતી ત્યારે પંજાબ કિંગ્સનો વિજય થયો હતો.
પંજાબ વિ મુંબઈ સામસામે
પંજાબ અને મુંબઈ વચ્ચે આઈપીએલમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 15-15 જીત સાથે બરાબરી પર છે. જ્યારે પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં બંને વચ્ચે 10 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 5-5 જીત સાથે બરાબરી પર છે.
પિચ રિપોર્ટ
પંજાબ અને મુંબઈ વચ્ચેની આ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પીચ ઝડપી બોલરો માટે ઘણી મદદગાર સાબિત થાય છે. ઝડપી બોલરોને પણ સ્વિંગ જોવા મળે છે. IPL 2023માં અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો જીતી છે. આવી સ્થિતિમાં અહીં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે અને ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે.
મુંબઈ ઈન્ડિન્સની શાનદાર જીત
ડેવિડના 10 બોલમાં 19 અને તિલક વર્માના 10 બોલમાં 26 રન. 18.5 ઓવરમાંં જ મેળવી જીત.
મેચ રસપ્રદ તબક્કામાં
મુંબઈને જીતવા માટે 12 બોલમાં બાર રનની જરૂર તો પંજાબને વિકેટની.
મુંબઈને વધુ એક સફળતા
ઈશાન કિશન પણ આઉટ. 41 બોલમાં 75 રન બનાવી આઉટ.મુંબઈને ચોથી સફળતા.
પંજાબને મોટી સફળતા
સુર્યકુમાર યાદવ 31 બોલમાં 66 રન બનાવી આઉટ. મુંબઈને ત્રીજો ઝાટકો.
મુંબઈ ઈન્ડિયન્સનો 15 ઓવરનો સ્કોર
15 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 2 વિકેટના નુકશાને 170 રન.