(Source: ECI/ABP News/ABP Majha)
Punjab Kings Playoffs: CSK સામે હાર બાદ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે પંજાબ ? જાણો કઈ રીતે
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રને હરાવ્યું. આ હાર બાદ સેમ કરનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો છે.
IPL 2024 Playoffs Scanrio: ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રને હરાવ્યું. આ હાર બાદ સેમ કરનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો છે. ખરેખર, પંજાબ કિંગ્સના 11 મેચમાં 8 પોઈન્ટ છે, આ ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. પરંતુ સવાલ એ છે કે શું પંજાબ કિંગ્સ પાસે પ્લેઓફમાં પહોંચવાની તક છે ? પંજાબ કિંગ્સ પાસે પ્લેઓફમાં પહોંચવાની તક છે, પરંતુ તે આસાન નથી. જો કે, અમે તમને અહીંથી જણાવીશું કે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકશે ?
હવે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે ?
પંજાબ કિંગ્સના 11 મેચમાં 8 પોઈન્ટ છે, હવે આ ટીમના 3 મેચ બાકી છે. જો સેમ કરનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ તેની આગામી ત્રણેય મેચ જીતવામાં સફળ થાય છે, તો તેના 14 પોઈન્ટ હશે. આ રીતે પંજાબ કિંગ્સ પાસે પ્લેઓફમાં પહોંચવાની તક છે, પરંતુ શું પંજાબ કિંગ્સ ત્રણ જીત બાદ અંતિમ 4માં પહોંચશે ? વાસ્તવમાં, પંજાબ કિંગ્સ 14 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં રહેશે, પરંતુ આ સિવાય તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડી શકે છે.
સતત 3 જીત છતાં રસ્તો સરળ નથી...
પંજાબ કિંગ્સને અત્યાર સુધી 11 મેચમાં માત્ર 4 જીત મળી છે જ્યારે 7 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત પંજાબ કિંગ્સ તેની આગામી મેચોમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. સેમ કરનની ટીમે પ્લેઓફની રેસમાં રહેવા માટે તેની ત્રણેય મેચો જીતવી પડશે અને પંજાબ કિંગ્સે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આ સિવાય પંજાબ કિંગ્સનો નેટ રન રેટ માઈનસમાં છે. તેથી, આ ટીમે તેના નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. આ બધા જ સમીકરણો સાચા પડી જાય તો પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકે છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ નંબર વન પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 14 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું છે. ચેન્નાઈની જીતમાં રવિન્દ્ર જાડેજાની ધારદાર બોલિંગનો મોટો ફાળો રહ્યો છે. સીએસકે પહેલા રમતા 167 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબે લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી ત્યારે તેની શરૂઆત સારી રહી ન હતી કારણ કે PBKS એ 9 રનની અંદર 2 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબ માટે સૌથી વધુ રન પ્રભસિમરન સિંહે બનાવ્યા હતા, જેમણે 23 બોલમાં 30 રન બનાવ્યા હતા અને તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. ચેન્નાઈ સામેની મેચમાં જોની બેયરસ્ટો, રિલે રૂસો અને સેમ કરન પણ બેટિંગમાં નિષ્ફળ રહ્યા હતા. IPL 2024માં પંજાબ કિંગ્સના હીરો શશાંક સિંહે 20 બોલમાં 27 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યા ન હતા.