IPL 2025 ફાઇનલ પહેલા RCB નો સ્ટાર ખેલાડી થયો ગાયબ, છેલ્લી ઘડીએ વધ્યું ટેન્શન
RCB Players Injury Updates: IPL 2025 ની ફાઇનલ મેચ પહેલા RCB ઓપનર ફિલ સોલ્ટ અંગે એક મોટી અપડેટ સામે આવી છે

RCB Players Injury Updates: ક્રિકેટની સૌથી મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે અંતિમ મેચ રમાશે, આજે ૩ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે. આ મેચ બંને ટીમો માટે પોતાનો પહેલો IPL ખિતાબ જીતવાની સુવર્ણ તક છે. બંને ટીમો વર્ષો પછી IPL ફાઇનલમાં પ્રવેશી છે. જોકે, RCB માટે મોટી ચિંતા તેમના સ્ટાર ઓપનરની ઉપલબ્ધતા રહે છે. એવું માનવામાં આવે છે કે આ ખેલાડી ફાઇનલ મેચ ચૂકી શકે છે.
RCBનો સ્ટાર ખેલાડી ગાયબ
IPL 2025 ની ફાઇનલ મેચ પહેલા RCB ઓપનર ફિલ સોલ્ટ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ESPN રિપોર્ટ અનુસાર, ફિલ સોલ્ટ RCB ના છેલ્લા પ્રેક્ટિસ સત્રમાં હાજર રહ્યો ન હતો અને ન તો તે મેદાન પર જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, અહેવાલો આવી રહ્યા છે કે સોલ્ટ પંજાબ કિંગ્સ સામેની ફાઇનલ મેચમાંથી બહાર થઈ શકે છે. વળી, એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેના બાળકના જન્મને કારણે, તે ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડ પરત ફરી શકે છે. જોકે, RCB તરફથી સોલ્ટ અંગે કોઈ અપડેટ આવ્યું નથી.
આ સિઝનમાં ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ફિલ સોલ્ટે RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સ સામે 27 બોલમાં અણનમ 56 રન બનાવીને, તેણે તેની ટીમને 10 ઓવરમાં 102 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી. આ ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. સોલ્ટે આ સિઝનમાં 12 ઇનિંગમાં 387 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 175.9 રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તે અંતિમ મેચમાંથી બહાર થઈ જાય છે, તો RCBનું ટેન્શન વધી શકે છે.
RCB ને ડબલ ઝટકો
ફિલ સોલ્ટ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન પાવર હિટર ટિમ ડેવિડના રમવા પર પણ સસ્પેન્સ છે. છેલ્લી બે મેચમાં હેમસ્ટ્રિંગની ઇજાને કારણે મેદાનની બહાર રહેલો ટિમ ડેવિડ ફાઇનલ મેચ રમશે કે નહીં તે હજુ નક્કી નથી. ફાઇનલ જેવી મોટી મેચમાં ફિલ સોલ્ટ અને ડેવિડની હાજરી RCB માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.




















