'ઇમ્પેક્ટ પ્લેયર હટાવો, 250થી વધુના સ્કૉરનો બચાવો કરવો પણ મુશ્કેલ....' - જીત છતાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ પર ભડક્યો કેપ્ટન
ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ પર સવાલ ઉઠાવનારા ભારતીય ક્રિકેટરોની યાદીમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પણ સામેલ થઈ ગયો છે

Rishabh Pant on Impact Player Rule: IPL 2024માં ફરી એકવાર બૉલરોના ધૂલાઇ થઇ રહી છે. આ વખતે દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને જબરદસ્ત રીતે ધુલાઇ કરીને 257 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જો કે, તેમ છતાં દિલ્હીને જીતવા માટે સખત મહેનત કરવી પડી હતી, કારણ કે મુંબઈના બેટ્સમેનોએ પણ બીજી ઇનિંગમાં દિલ્હીના બોલરોની ધૂલાઇ કરી હતી. આ મેચમાં મુંબઈની ટીમ 247 રન જ બનાવી શકી હતી અને દિલ્હીએ 10 રને મેચ જીતી લીધી હતી. જીત મળવા છતાં ઋષભ પંતે આઇપીએલમાં સવાલો ઉઠાવ્યા છે, કેપ્ટન ઋષભ પંતે ટૂર્નામેન્ટમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈને મોટું ગુસ્સો વ્યક્ત કર્યો છે, તેને મોટું નિવેદન આપ્યું છે.
ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ પર સવાલ ઉઠાવનારા ભારતીય ક્રિકેટરોની યાદીમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પણ સામેલ થઈ ગયો છે. ઋષભ પંત પહેલા રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલ પણ આ નિયમ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી ચૂક્યા છે. વળી, ઘણા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓએ પણ આ નિયમને ક્રિકેટ માટે નુકસાનકારક ગણાવ્યો છે.
257 રન બનાવ્યા અને 10 રનથી જીત મેળવ્યા બાદ ઋષભ પંતે કહ્યું, "અમે 250થી વધુ રન બનાવીને ખૂબ જ ખુશ હતા, પરંતુ ઇમ્પેક્ટ પ્લેયર નિયમને કારણે આ પ્રકારના સ્કોરનો બચાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે." તમને જણાવી દઈએ કે આ મેચમાં ઘણી વખત એવું લાગતું હતું કે મુંબઈ આ લક્ષ્ય હાંસલ કરશે. જો કે અંતે હાર્દિક પંડ્યાની ટીમને સતત વિકેટ ગુમાવવાના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.
જીત બાદ કેપ્ટન ઋષભ પંતે જેક ફ્રેઝર-મેકગર્કની પ્રશંસા કરી હતી, જેમણે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ઋષભ પંતે કહ્યું, "તે પહેલા દિવસથી જ શાનદાર રહ્યો છે અને તમે યુવા ખેલાડી પાસેથી આ જ ઈચ્છો છો. તે દરેક મેચ સાથે વધુ સારો થઈ રહ્યો છે."
આ હાર બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણી પર રહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની મેચની પરિસ્થિતિને સમજવાની વાત કરી હતી. ટીમના ડાબા હાથના બેટ્સમેન (તિલક વર્મા અને નેહલ વાઢેરા) પર નિશાન સાધતા તેણે કહ્યું કે આ બેટ્સમેનોએ અક્ષર પટેલ જેવા બોલર સામે વધુ રન બનાવ્યા હોવા જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
