શોધખોળ કરો

રોહિત શર્મા કેમ નથી રમી રહ્યો? ઈજા કેટલી ગંભીર? વાપસીને લઈ મુંબઈ ઈન્ડિયન્સે શું આપ્યું અપડેટ?

Rohit Sharma injury update 2026: MI માટે ખરાબ સમાચાર: ગુજરાત સામેની મેચમાં પણ નહીં રમે હિટમેન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાને કારણે IPL 2026 માં રમ્યો નથી.
  • RCB સામેની મેચમાં રોહિતને ઈજા થઈ હતી, ત્યારબાદ તે બહાર છે.
  • MI મેનેજમેન્ટ રોહિતને સંપૂર્ણ સ્વસ્થ થવા દેવા માંગે છે.
  • MI માટે દરેક મેચ જીતવી મહત્વપૂર્ણ બની ગઈ છે.

Rohit Sharma injury update 2026: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર છે. ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં પણ ભૂતપૂર્વ કેપ્ટન અને 'હિટમેન' રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. IPL 2026 માં આ સતત બીજી મેચ છે જેમાં રોહિત ગેરહાજર રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, તેને ઇમ્પેક્ટ પ્લેયર (Impact Player) ના લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. સતત હારનો સામનો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માની આ ગેરહાજરી કોઈ મોટા ફટકાથી કમ નથી. તો ચાલો જાણીએ કે આખરે રોહિત શર્માને એવું તે શું થયું છે કે તે મેદાનથી દૂર છે અને તેની વાપસી ક્યારે થશે.

રોહિત શર્માને શું થયું છે?

હિટમેનની ગેરહાજરીનું મુખ્ય કારણ તેની ઈજા છે. 12 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી મેચમાં મુંબઈ 241 રનના મોટા ટાર્ગેટનો પીછો કરી રહ્યું હતું. રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યો હતો અને 13 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો હતો. બરાબર એ જ સમયે તેને હેમસ્ટ્રિંગમાં (પગના સ્નાયુઓમાં) જોરદાર દુખાવો ઉપડ્યો, જેના કારણે તેને અડધેથી 'રિટાયર્ડ હર્ટ' થઈને ડ્રેસિંગ રૂમમાં પાછા ફરવું પડ્યું. બસ, એ મેચ પછીથી રોહિત એક પણ મેચ રમી શક્યો નથી અને આ જ ઈજાના કારણે તે ગુજરાત ટાઇટન્સ સામેની આજની મેચ પણ ચૂકી રહ્યો છે.

હિટમેન મેદાનમાં ક્યારે પાછો ફરશે?

ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા કેટલાક સારા સંકેતો મળ્યા હતા. રોહિત શર્માએ નેટ્સમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું હતું. MI ના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ પણ નિવેદન આપ્યું હતું કે રોહિત હવે સંપૂર્ણપણે ફિટ છે. જોકે, તેમણે એ સ્પષ્ટ નહોતું કર્યું કે રોહિત ગુજરાત સામે રમશે કે નહીં. હવે જ્યારે રોહિત પ્લેઈંગ ઈલેવનમાં નથી, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે મુંબઈ ઈન્ડિયન્સનું મેનેજમેન્ટ તેની ફિટનેસને લઈને કોઈ જ ઉતાવળ કે રિસ્ક લેવા માંગતું નથી. તેઓ રોહિતને 100 ટકા રિકવર થવા દેવા માંગે છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે 'કરો યા મરો' ની સ્થિતિ

રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈના અન્ય બેટ્સમેનો પર હવે મોટી જવાબદારી આવી ગઈ છે. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ભલે જીત સાથે થઈ હોય, પરંતુ ત્યારબાદ ટીમની હાલત કફોડી બની ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 5 મેચમાંથી મુંબઈએ 4 મેચ ગુમાવી છે અને માત્ર 1 માં જ જીત મેળવી શકી છે. 5 વખતની ચેમ્પિયન ટીમ માટે હવે આવનારી દરેક મેચ જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

Frequently Asked Questions

રોહિત શર્મા ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં કેમ રમ્યો નથી?

રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રમી શક્યો નથી. તેને RCB સામેની મેચ દરમિયાન આ ઈજા થઈ હતી.

રોહિત શર્માની ઈજાનું કારણ શું છે?

RCB સામેની મેચમાં રોહિત શર્મા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને પગના સ્નાયુઓમાં (હેમસ્ટ્રિંગ) દુખાવો ઉપડ્યો હતો. આ કારણે તેને 'રિટાયર્ડ હર્ટ' થવું પડ્યું હતું.

રોહિત શર્મા ક્યારે મેદાનમાં પાછો ફરશે?

મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ રોહિતની ફિટનેસને લઈને કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. તેઓ ઈચ્છે છે કે તે 100% સ્વસ્થ થાય પછી જ મેદાનમાં પાછો ફરે.

રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની શું સ્થિતિ છે?

રોહિતની ગેરહાજરી મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ફટકો છે. ટીમ IPL 2026 માં સતત હારી રહી છે અને આગામી દરેક મેચ જીતવી તેના માટે જરૂરી છે.

ટોપ સ્ટોરી

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
Embed widget