RR vs CSK Live Score: રાજસ્થાને રોમાંચક મેચમાં ચેન્નાઈને 6 રનથી હરાવ્યું, રાણા બાદ હસરંગાએ અદ્દભૂત પ્રદર્શન
RR vs CSK Score Live Updates: ગુવાહાટીમાં આજે રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે ટક્કર, હેડ ટુ હેડમાં ચેન્નાઈનું પલડું ભારે.

Background
RR vs CSK Score Live Updates: આઈપીએલ ૨૦૨૫ની ૧૧મી રોમાંચક મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુવાહાટીના મેદાન પર રમાશે. મેચ શરૂ થતા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે અને ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ઘણી સારી રહી હતી. તેમણે પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે આ સિઝનની શરૂઆત નિરાશાજનક રહી છે અને તેમને પોતાની શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેથી, આજની મેચ રાજસ્થાન માટે જીત મેળવવા અને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધારવા માટે ખૂબ જ મહત્વની છે.
જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સનું પલડું ભારે દેખાય છે. અત્યાર સુધીમાં આ બંને ટીમો વચ્ચે કુલ ૨૯ મેચ રમાઈ છે, જેમાંથી ચેન્નાઈએ ૧૬ મેચમાં જીત મેળવી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ માત્ર ૧૩ મેચ જીતવામાં સફળ રહી છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ વર્ષ ૨૦૨૪માં રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. જો છેલ્લા પાંચ મેચોના પરિણામો પર ધ્યાન આપીએ તો રાજસ્થાને ચાર મેચ જીતી છે અને ચેન્નાઈએ એક મેચ પોતાના નામે કરી છે.
જો કે, ગુવાહાટીના મેદાન પર રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ સારો રહ્યો નથી. ટીમે અહીં અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમી છે, જેમાં તેઓ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યા છે, જ્યારે ત્રણ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. રાજસ્થાને આ સિઝનમાં પોતાની છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી, જેમાં KKRએ રાજસ્થાનને ૮ વિકેટે હરાવ્યું હતું.
આજની મેચમાં રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો ઓપનિંગમાં સંજુ સેમસન સાથે યશસ્વી જયસ્વાલ જોવા મળી શકે છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તેઓ રચિન રવિન્દ્ર અને રાહુલ ત્રિપાઠીને ઓપનિંગની તક આપી શકે છે. જો કે, રાહુલ ત્રિપાઠી હજુ સુધી આ સિઝનમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.
આજની મેચ માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે:
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ (કેપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, શુભમ દુબે, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, તુષાર દેશપાંડે, એસ કુમાર કાર્તિકે.
ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), શિવમ દુબે, દીપક હુડા/વિજય શંકર, સેમ કુરાન, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.
RR vs CSK: રાજસ્થાને રોમાંચક મુકાબલામાં ચેન્નાઈને ૬ રનથી હરાવ્યું
આઈપીએલની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૬ રનથી હરાવી દીધું છે. આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ તરફથી નીતિશ રાણાએ બેટિંગમાં જ્યારે વાનિન્દુ હસરંગા અને સંદીપ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા ૧૮૩ રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે લડાયક ઇનિંગ્સ રમી હતી. જો કે, તેઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા નહોતા. ગાયકવાડે ૪૪ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ ૨૩ રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે શિવમ દુબે ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. અનુભવી બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ ૧૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આમ, ચેન્નાઈ સુપર કિંગ્સ નિર્ધારિત ઓવરમાં ૧૭૬ રન જ બનાવી શકી અને મેચ ૬ રનથી હારી ગઈ.
આ પહેલા, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૮૨ રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે નીતિશ રાણાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને માત્ર ૩૬ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા. તેમની ઇનિંગ્સમાં ૧૦ ચોગ્ગા અને ૫ છગ્ગા સામેલ હતા. કેપ્ટન રિયાન પરાગે પણ ૩૭ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે સંજુ સેમસને ૨૦ રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયર ૧૯ રન બનાવીને આઉટ થયો હતો.
બોલિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ખલીલ અહેમદ, નૂર અહેમદ અને મહિષા પથિરાનાએ ૨-૨ વિકેટ ઝડપી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિનને ૧-૧ વિકેટ મળી હતી. જો કે, રાજસ્થાન રોયલ્સના બોલરોએ અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવી હતી, જેમાં વાનિન્દુ હસરંગા અને સંદીપ શર્માનું પ્રદર્શન ખાસ નોંધનીય રહ્યું હતું.
RR vs CSK Live Score: ચેન્નાઈની જીતની આશાને ફટકો, ધોની આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સની આશાઓ પર પાણી ફરી વળતું જણાય છે. મહેન્દ્ર સિંહ ધોની માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. સંદીપ શર્માએ ધોનીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ચેન્નાઈએ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 19 રનની જરૂર છે.




















