RR vs CSK: રાજસ્થાને રચ્યો ઇતિહાસ, 15 વર્ષ બાદ CSKને ચેપોકમા આપી હાર
રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં CSKને 3 રને હરાવ્યું હતું.
Rajasthan Royals Win In Chepauk: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) બુધવારે (12 એપ્રિલ) રાત્રે IPLમાં સામસામે હતા. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એટલે કે MA ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈના ચેપોક ખાતે રમાઈ હતી. આ મેદાનને CSKનો કિલ્લો માનવામાં આવે છે જ્યાં મુલાકાતી ટીમો માટે આ ટીમને હરાવવાનું હંમેશા મુશ્કેલ રહ્યું છે. જો કે, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નઈના આ કિલ્લાને તોડી પાડ્યો હતો.
.@ashwinravi99 starred with bat & ball and bagged the Player of the Match awards as @rajasthanroyals beat #CSK to seal their 2⃣nd successive win. 👏 👏
— IndianPremierLeague (@IPL) April 12, 2023
Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#TATAIPL | #CSKvRR pic.twitter.com/a9k5fp5lol
રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં CSKને 3 રને હરાવ્યું હતું. રાજસ્થાન માટે આ જીત ઘણી ખાસ હતી. કારણ કે ચેપોકમાં CSK સામે રાજસ્થાનની આ બીજી જીત હતી. તેને 15 વર્ષ પહેલા IPL 2008માં પહેલી જીત મળી હતી. ત્યારબાદ 24 મેના રોજ રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નઈને 10 રનથી હરાવ્યું હતું. આ પછી છેલ્લા 15 વર્ષમાં રાજસ્થાન ચેપોકમાં ચેન્નઈને એક પણ વાર હરાવી શક્યું નથી.
ગઈકાલે રાત્રીના મેચ પહેલા ચેપોકમાં ચેન્નઈ અને રાજસ્થાનની ટીમો 7 વખત ટકરાઇ હતી. જેમાં રાજસ્થાન દ્વારા પ્રથમ મેચ જીત્યા બાદ છેલ્લી 6 મેચમાં માત્ર ચેન્નઈની ટીમ જ જીતતી રહી હતી. હવે 15 વર્ષ બાદ રાજસ્થાને ચેન્નઈને આ મેદાન પર હરાવ્યું છે.
રાજસ્થાને ચેપોકમાં પણ આ મોટો રેકોર્ડ બનાવ્યો હતો
રાજસ્થાને CSKને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને વધુ એક મોટો રેકોર્ડ નોંધાવ્યો હતો. તે છેલ્લા 10 વર્ષમાં ચેપોક ખાતે CSKને હરાવનારી બીજી ટીમ પણ બની છે. આ છેલ્લા 10 વર્ષોમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ ચેપોકમાં CSKને હરાવવામાં સફળ રહી છે. મુંબઈ સિવાય અન્ય ટીમો છેલ્લી 10 સીઝનમાં અહીં CSK સામે એક પણ મેચ જીતી શકી નથી.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં, એક સમયે CSKને જીતવા માટે 18 બોલમાં 54 રનની જરૂર હતી અને તેની 6 વિકેટ પડી ગઈ હતી. અહીંથી ધોની અને જાડેજાએ ઝડપી ઇનિંગ્સ રમી હતી. ચેન્નઈને છેલ્લા બોલે જીતવા માટે 5 રનની જરૂર હતી, પરંતુ અહીં ધોની સિક્સર ફટકારી શક્યો નહોતો અને ચેન્નઈ 3 રને મેચ હારી ગઈ હતી.