RR vs GT: મિલરે હેટ્રિક સિક્સર ફટકારી ગુજરાતને ફાઈનલમાં પહોંચાડ્યું, હાર્દિક અને મિલરની ઐતિહાસિક ઈનિંગ
IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
LIVE
Background
Rajasthan Royals vs Gujarat Titans Qualifier 1 Live Score: IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. IPLમાં ડેબ્યૂ કરી રહેલી ગુજરાત ટાઇટન્સ સિઝનનું સરપ્રાઈઝ પેકેજ બનીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ પાસે હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે તેમની પ્રથમ આઈપીએલ સિઝનને વધુ યાદગાર બનાવવાની તક છે.
આજની ક્વોલિફાયર 1 મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે, જ્યારે હારનાર ટીમને ફાઇનલમાં પ્રવેશવાની બીજી તક મળશે જ્યારે તેઓ અમદાવાદમાં ક્વોલિફાયર 2માં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચેની મેચના વિજેતાનો સામનો કરશે.
પિચ રિપોર્ટઃ
ઈડન ગાર્ડનમાં આ મેચમાં ઝડપી બોલરોની મદદ મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વાદળછાયું વાતાવરણ છે. આ સિવાય જો વરસાદની સંભાવના છે તેથી જે ટીમ જીતશે તે ટીમ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે.
ગુજરાત માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી
રાજસ્થાન માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટ કીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય.
ગુજરાત ફાઈનલમાં પહોંચ્યું
ગુજરાતની શાનદાર જીત, ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં હેટ્રિક સિક્સરો ફટકારીને ગુજરાતને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો છે.
મિલરની તોફાની બેટિંગ
છેલ્લી ઓવરમાં 16 રનની જરુર છે ત્યારે ડેવિડ મિલરે 20મી ઓવરના પહેલા બે બોલ પર બે સિક્સર ફટકારી છે.
જરાત ટાઈટન્સનો સ્કોર 16 ઓવરના અંતે 146 રન
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 16 ઓવરના અંતે 146 રન પર 3 વિકેટ. હાલ ગુજરાતને જીતવા માટે 24 બોલમાં 43 રનની જરુર છે. હાર્દિક અને મિલર હાલ રમતમાં.
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 રનને પાર
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો. 10.5 ઓવરના અંતે 103 રન, 3 વિકેટ પડી.
ગુજરાતની ત્રીજી વિકેટ પડી
ગુજરાતની ત્રીજી વિકેટ પડી, મેથ્યુ વેડ 30 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો.