SRH vs PBKS Live Score: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેકે વિસ્ફોટક સદી ફટકારી
SRH vs PBKS Live Score IPL 2025: હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મુકાબલો, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન અને આંકડા.

Background
Sunrisers Hyderabad vs Punjab Kings, IPL 2025 Match 27: આઈપીએલ 2025 માં આજે બીજી રોમાંચક મેચ રમાશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ સામે થશે. આ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે અને થોડી જ વારમાં ટોસ થશે.
પંજાબ કિંગ્સની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ચારમાંથી ત્રણ મેચ જીતી છે. જો કે, પોઈન્ટ ટેબલમાં તેઓ પાંચમા સ્થાને છે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. પેટ કમિન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા એટલે કે 10માં નંબર પર છે અને પાંચમાંથી ચાર મેચ હારી ચૂકી છે.
જો હેડ ટુ હેડ આંકડાની વાત કરીએ તો, સનરાઇઝર્સ હૈદરાબાદનો પંજાબ કિંગ્સ સામેનો રેકોર્ડ ખૂબ જ સારો રહ્યો છે. હૈદરાબાદે પંજાબ સામે અત્યાર સુધીમાં 16 મેચોમાં જીત મેળવી છે, જ્યારે પંજાબ માત્ર સાત મેચ જીતવામાં સફળ રહ્યું છે. ખાસ કરીને SRHનો તેના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામેનો રેકોર્ડ શાનદાર છે. હૈદરાબાદે ઘરઆંગણે પંજાબ સામે રમાયેલી 9 મેચોમાંથી માત્ર એક જ મેચ ગુમાવી છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં મોટા સ્કોર જોવા મળી શકે છે. જો કે, આ મેદાન પર કેટલીક પીચો ધીમી પણ હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આજની મેચ કઈ પીચ પર રમાય છે. હાલની સ્થિતિમાં ઝાકળની કોઈ ખાસ અસર દેખાઈ રહી નથી, તેથી ટોસ જીતનારી ટીમ લક્ષ્યનો પીછો કરવાનો નિર્ણય લઈ શકે છે.
આજના મુકાબલા માટે સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે છે: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, સિમરજીત સિંહ/જયદેવ ઉનડકટ અને રાહુલ ચહર.
જ્યારે પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે હોઈ શકે છે: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ, શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, માર્કો જેન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને યશ ઠાકુર/વિજયજી.
હવે જોવાનું એ છે કે આજે હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર કોણ બાજી મારે છે? શું પંજાબ કિંગ્સ પોતાની વિજયી રથયાત્રાને આગળ વધારશે કે પછી સનરાઇઝર્સ હૈદરાબાદ ઘરઆંગણે વાપસી કરશે? લાઈવ સ્કોર અને મેચની તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
SRH vs PBKS: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 245 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. તેના માટે અભિષેક શર્માએ વિસ્ફોટક સદી ફટકારી હતી.
SRH vs PBKS Live Score: હૈદરાબાદને જીતવા માટે 6 રનની જરૂર છે
હૈદરાબાદને જીતવા માટે 12 બોલમાં માત્ર 6 રનની જરૂર છે. તેણે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા છે. હેનરિક ક્લાસેન 17 રન બનાવીને રમી રહ્યો છે. ઈશાન કિશન 6 રન બનાવીને રમી રહ્યો છે.




















