(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs PBKS: હૈદરાબાદે પંજાબ સામે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન
IPL 2022ની છેલ્લી લીગ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Sunrisers Hyderabad vs Punjab Kings: IPL 2022ની છેલ્લી લીગ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન ન્યુઝીલેન્ડ ગયો છે. જેના કારણે તેની ગેરહાજરીમાં ટીમનું સુકાન ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સોંપવામાં આવ્યું છે. ભુવનેશ્વરે કહ્યું કે તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે પંજાબની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ટોસ જીત્યા બાદ કેપ્ટન ભુવનેશ્વરે કહ્યું, અમે પહેલા બેટિંગ કરીશું. વિકેટ અગાઉની રમત જેવી જ છે. અમે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. રોમારિયો શેફર્ડ અને જગદીશ સુચિથને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. અમે આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ઉપર જવા ઈચ્છીએ છીએ.
પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે કહ્યું કે, અમે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. ભાનુકાના સ્થાને નાથન એલિસને તક આપવામાં આવી છે. શાહરૂખ અને પ્રેરક માંકડને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. 13 મેચ રમીને ટીમે અત્યાર સુધી 6માં જીત મેળવી છે. જ્યારે તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. આ સાથે જ પંજાબ કિંગ્સે પણ 13માંથી 6 મેચ જીતી છે. તેને 7 મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ અત્યારે પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (પ્લેઈંગ ઈલેવન): અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, નિકોલસ પૂરન (wk), રોમારિયો શેફર્ડ, વોશિંગ્ટન સુંદર, જગદીશ સુચિથ, ભુવનેશ્વર કુમાર (C), ફઝલહક ફારૂકી, ઉમરાન મલિક
પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): જોની બેરસ્ટો, શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન, મયંક અગ્રવાલ (C), શાહરૂખ ખાન, જીતેશ શર્મા (Wk), હરપ્રીત બ્રાર, નાથન એલિસ, પ્રેરક માંકડ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ