દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ છોડી IPL, ઈંગ્લેન્ડ પરત ફરતાં જ ફટકારી સદી
IPL 2024: ગયા વર્ષે દુબઈમાં મિની-ઓક્શનમાં દિલ્હીએ તેને 4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
IPL 2024: એક દુ:ખદ કારણોસર દિલ્હી કેપિટલ્સના વિસ્ફોટક ખેલાડીને ઈંગ્લેન્ડ પરત ફરવું પડ્યું. તેમજ તે ખેલાડીને IPSમાંથી ખસી જવું પડ્યું હતું. પરંતુ તે ખેલાડી હવે ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી રહ્યો છે. જાણો કોણ છે તે ખેલાડી?
તે ખેલાડી કોણ છે?
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકે ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. IPL 2024 છોડ્યા પછી, યોર્કશાયર તરફથી રમતી વખતે તેણે લેસ્ટરશાયર સામે માત્ર 69 બોલમાં શાનદાર સદી ફટકારી છે. બ્રુકે તેની દાદીના અવસાન બાદ IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ગયા વર્ષે દુબઈમાં યોજાયેલી મિની-ઓક્શનમાં તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 4 કરોડમાં ખરીદ્યો હતો.
યોર્કશાયર માટે કાઉન્ટી ક્રિકેટમાં હેરી બ્રુકનું શાનદાર પ્રદર્શન
આજે 9 એપ્રિલે યોર્કશાયર તરફથી રમતી વખતે વરસાદ આવે તે પહેલા બ્રુકે માત્ર 69 બોલમાં સદી ફટકારીને હલચલ મચાવી દીધી હતી. તેણે 69 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. તેની ઇનિંગના કારણે યોર્કશાયર તેની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 246 રન બનાવવામાં સફળ રહ્યું હતું. તેના સિવાય યોર્કશાયરના ઓપનિંગ બેટ્સમેન એડમ લીથે પણ સદી ફટકારી હતી. બાદમાં વરસાદના કારણે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા પણ તેણે દાદીના કારણે સિરીઝ છોડી દીધી હતી
નોંધનીય છે કે બ્રુક ડિસેમ્બર 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ પ્રથમ વખત ક્રિકેટ રમી રહ્યો હતો. તેણે તેની દાદીની ખરાબ તબિયતને ટાંકીને ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને બાદમાં દાદીના અવસાન બાદ તે IPLમાંથી બહાર થઈ ગયો હતો.
IPL 2023માં બ્રુકનું શાનદાર પ્રદર્શન
તમને જણાવી દઈએ કે IPL 2023માં તેણે 11 ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા હતા, ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે તેને રિલીઝ કર્યો હતો. જોકે, ગયા વર્ષે દુબઈમાં મિની-ઓક્શનમાં દિલ્હીએ તેને 4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
Special 💙 pic.twitter.com/8MtMGcHuP5
— Yorkshire CCC (@YorkshireCCC) April 8, 2024