કિંગ કોહલીની આંખોમાં આંસૂ, RCB પ્રથમ વખત ખિતાબ જીતતા વિરાટ ભાવુક થયો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે પોતાનો પહેલો IPL ખિતાબ જીતી લીધો છે. છેલ્લો બોલ ફેંકાય તે પહેલાં જ વિરાટ કોહલી સ્ટેડિયમની વચ્ચે રડતો જોવા મળ્યો હતો.

Virat Kohli Cry In Ahmedabad Stadium: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે પોતાનો પહેલો IPL ખિતાબ જીતી લીધો છે. છેલ્લો બોલ ફેંકાય તે પહેલાં જ વિરાટ કોહલી સ્ટેડિયમની વચ્ચે રડતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીની આંખોમાં ખુશીના આંસુ હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીત્યા પછી વિરાટ કોહલીએ એબી ડી વિલિયર્સને પણ ગળે લગાવ્યો હતો. આ પછી, અનુષ્કાને ગળે લગાવીને વિરાટ રડી પડ્યો હતો.
View this post on Instagram
RCB એ 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટે 184 રન જ બનાવી શકી હતી. RCB IPL ચેમ્પિયન બનનારી આઠમી ટીમ છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો ચેમ્પિયન બની ચૂકી છે.
191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો
પંજાબ કિંગ્સને 191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે પંજાબે ઓપનિંગમાં બે અનકેપ્ડ ખેલાડીઓ મેદાનમાં ઉતાર્યા. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તેમની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ પ્રિયાંશ 24 રન બનાવીને આઉટ થયો. ફિલ સોલ્ટે એક અદ્ભુત કેચ પકડ્યો અને પ્રિયાંશને પેવેલિયન મોકલી દીધો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું અને પંજાબનો સ્કોર એક વિકેટના નુકસાને 72 રન હતો, પરંતુ આગામી 26 રનમાં પંજાબે 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.
આ મહત્વપૂર્ણ મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયર પણ માત્ર 1 રન જ બનાવી શક્યો. ટૂંક સમયમાં પંજાબે 98 રનના સ્કોરે 4 વિકેટ ગુમાવી દીધી. નેહલ વાઢેરા અને શશાંક સિંહે ધીમે ધીમે ઇનિંગ્સને આગળ ધપાવી અને સાથે મળીને 38 રન ઉમેર્યા, પરંતુ એકવાર વિકેટ પડવાનું શરૂ થયું મેચ પંજાબના હાથમાંથી સરકી ગઈ.
મધ્યમ ઓવરોમાં નબળી બેટિંગ પંજાબ કિંગ્સની હારનું એક મુખ્ય કારણ હતું. 4 ઓવરમાં પંજાબની ટીમે શ્રેયસ ઐયર, પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યાંથી પંજાબ મેચમાં વાપસી કરી શક્યું નહીં. હકીકતમાં, 72 રનના સ્કોર પર એક વિકેટ લીધા પછી પંજાબે 26 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી.




















