![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Virat Kohli IPL Record: જે કોઈ ન કરી શક્યું તે કોહલીએ કરી બતાવ્યું, સસ્તામાં આઉટ થઈને પણ રચી દીધો ઈતિહાસ
Virat Kohli IPL Record: IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી(Virat Kohli) IPLના ઈતિહાસમાં 8000 રન પુરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
![Virat Kohli IPL Record: જે કોઈ ન કરી શક્યું તે કોહલીએ કરી બતાવ્યું, સસ્તામાં આઉટ થઈને પણ રચી દીધો ઈતિહાસ Virat Kohli Record Completes 8000 Runs IPL History First Player to Reach Milestone RCB vs RR Eliminator 2024 Virat Kohli IPL Record: જે કોઈ ન કરી શક્યું તે કોહલીએ કરી બતાવ્યું, સસ્તામાં આઉટ થઈને પણ રચી દીધો ઈતિહાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/d27980dd0c4b73ba62ebf0d5201f45261716389011296975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Virat Kohli IPL Record: IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી(Virat Kohli) IPLના ઈતિહાસમાં 8000 રન પુરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે રાજસ્થાન સામેની મેચની પોતાની ઇનિંગ્સમાં 30 રન બનાવીને આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કોહલીએ તેની 252મી આઈપીએલ મેચમાં 8 હજાર રનનો આંકડો પૂરો કર્યો છે. 8 હજાર રન પૂરા કરવા સાથે કોહલીએ 8 સદી અને 55 અડધી સદી પણ રમી છે. કોહલીએ એલિમિનેટર મેચમાં 24 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી.
𝗘𝗜𝗚𝗛𝗧 𝗧𝗛𝗢𝗨𝗦𝗔𝗡𝗗 𝗜𝗣𝗟 𝗥𝗨𝗡𝗦! 🤯
The first ever batter to reach this milestone 🫡🫡
Congratulations, Virat Kohli 👏👏
Follow the Match ▶️ https://t.co/b5YGTn7pOL #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @imVkohli pic.twitter.com/fZ1V7eow0X — IndianPremierLeague (@IPL) May 22, 2024
કોહલીની આસપાસ પણ કોઈ નથી
IPLમાં વિરાટ કોહલી(Virat Kohli)નો એટલો દબદબો છે કે અત્યાર સુધી તે 7000 કે તેથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવન બીજા ક્રમે છે, જેણે હાલમાં 222 મેચોમાં 6,769 રન બનાવ્યા છે. એટલે કે પહેલા અને બીજા સ્થાને રહેલા કોહલી અને ધવન વચ્ચે 1,235 રનનો મોટો તફાવત છે. તેના પછી ત્રીજા નંબર પર રહેલા રોહિત શર્માએ અત્યાર સુધી 257 મેચમાં 6,628 રન બનાવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે સૌથી વધુ રન બનાવવાના મામલે અન્ય કોઈ ખેલાડી કોહલીની નજીક પણ નથી.
સિઝનમાં બીજી વખત 700 રન
આઈપીએલ 2024 ની શરૂઆતથી, ઓરેન્જ કેપ મોટાભાગે વિરાટ કોહલી પાસે છે. કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 15 મેચમાં 67ની એવરેજથી 737 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ બીજી વખત છે જ્યારે વિરાટ કોહલીએ એક જ સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ પહેલા 2016માં તેણે 16 મેચ રમીને 973 રન બનાવ્યા હતા. IPLની કોઈપણ બે સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી ક્રિસ ગેલ હતો, જેણે 2012 અને 2013માં આવું કર્યું હતું.
રાજસ્થાનને આપ્યો 173 રનનો ટાર્ગેટ
IPL 2024 ની એલિમિનેટર મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 172 રન બનાવ્યા છે. પ્રથમ ક્વોલિફાયરની જેમ આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગલુરુ માટે શરૂઆત સારી રહી હતી, પરંતુ મધ્ય ઓવરોમાં, RCB પણ તે જ પરિસ્થિતિનો શિકાર બન્યું જે ક્વોલિફાયર મેચમાં SRH સાથે થયું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 24 બોલમાં 33 રનની ઇનિંગ રમીને IPLમાં 8000 રન પૂરા કર્યા છે. રજત પાટીદાર પણ સારા ટચમાં જોવા મળ્યો હતો, પરંતુ 22 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતું નથી કારણ કે રવિચંદ્રન અશ્વિને તેને ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો. રાજસ્થાન તરફથી આવેશ ખાને સૌથી વધુ વિકેટ લીધી, તેણે 3 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)