શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2025: કોણ બનશે RCB નો નવો કેપ્ટન, કિંગ કોહલી સિવાય આ 2 સૌથી મજબૂત દાવેદાર 

આ વખતે હરાજીમાં ઘણા મજબૂત ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. પરંતુ જે ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે તેમાં કોઈ કેપ્ટન છે કે કેમ તેનો જવાબ હજુ મળવાનો બાકી છે.

IPL 2025 માટે મેગા હરાજી પૂરી થઈ ગઈ છે. હવે ટીમો આગામી સિઝન માટે તૈયાર છે. IPL ફ્રેન્ચાઈઝી ઉપરાંત ચાહકો પણ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ કેટલીક ટીમોના કેપ્ટનને લઈને હજુ પણ સસ્પેન્સ છે. આમાં RCB પણ સામેલ છે. હવે આ સમયે સૌથી મોટો સવાલ એ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીનો આગામી કેપ્ટન કોણ હશે. અત્યારે ત્રણ મોટા દાવેદારો ઉભરી રહ્યા છે. પરંતુ અંતે કમાન કોને સોંપવામાં આવશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

RCBએ 22 ખેલાડીઓની ટીમ બનાવી છે 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBએ આ હરાજીમાં કુલ 22 ખેલાડીઓને ખરીદ્યા છે. જો ટીમ ઇચ્છતી હોત તો તે 25 જેટલા ખેલાડીઓને પોતાની ટીમમાં સમાવી શકી હોત, પરંતુ મેનેજમેન્ટને તેની જરૂર ન લાગી.  ટીમે વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલ જેવા ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. આ વખતે હરાજીમાં ઘણા મજબૂત ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. પરંતુ જે ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે તેમાં કોઈ કેપ્ટન છે કે કેમ તેનો જવાબ હજુ મળવાનો બાકી છે. ગયા વર્ષ સુધી ટીમની કમાન ફાફ ડુ પ્લેસિસના હાથમાં હતી, પરંતુ આ વખતે તેને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફાફ હવે દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાઈ ગયો છે.

શું વિરાટ કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે ?

જો આરસીબીના નવા કેપ્ટનની વાત કરીએ તો સૌથી મોટો દાવેદાર ખુદ  કોહલી છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલીએ પોતે RCBની કેપ્ટનશીપ છોડી હતી, આ તેની ઈચ્છા હતી, કદાચ કોઈએ તેને આવું કરવા કહ્યું નહી હોય.  હવે જો તે ફરીથી કેપ્ટન બનવા માંગે છે તો કદાચ તેને કોઈ રોકશે નહીં. કોહલીને RCBએ 21 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. તેનો અર્થ એ કે તે કમાન સંભાળી  શકે છે. જોકે IPL હજુ દૂર છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ પાસે આ વિશે વિચારવા માટે ઘણો સમય છે.

ફિલ સોલ્ટ આરસીબીનો કેપ્ટન  બની શકે છે 

વિરાટ કોહલી સિવાય ટીમ પાસે કેપ્ટનશિપ માટે એક વિકલ્પ છે. આ હરાજીમાં ટીમે ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ફિલ સોલ્ટને 11 કરોડ રૂપિયાથી વધુની રકમમાં ખરીદ્યો છે. અગાઉ તે KKR તરફથી રમતો હતો. KKRને ખિતાબ જીતાડવામાં ફિલ સોલ્ટની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. ફિલ સોલ્ટ પણ RCBની કેપ્ટનશીપનો દાવેદાર છે કારણ કે તેને ઈંગ્લેન્ડનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી તેણે બે T20 ઈન્ટરનેશનલ મેચમાં પોતાની ટીમનું નેતૃત્વ કર્યું છે અને ટીમ બંને મેચ જીતવામાં સફળ રહી છે. આ પણ તેની તરફેણમાં જાય છે. આવી સ્થિતિમાં સુકાનીપદ માટે દાવેદાર છે.

લિયામ લિવિંગ્સ્ટન પણ વિકલ્પ તરીકે  છે 

આ સિવાય RCBની કેપ્ટનશીપ માટે અન્ય એક દાવેદાર છે, જેનું નામ છે લિયામ લિવિંગ્સ્ટન.  આ વખતે RCBએ પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા લિયામ લિવિંગસ્ટનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ટીમ માટે ફિનિશર અને ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતો જોવા મળશે. લિવિંગસ્ટને ત્રણ વન-ડે મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે. તેમાંથી ટીમે એક મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ સવાલ એ છે કે શું RCB ટીમ લિયામને પોતાના નવા કેપ્ટન તરીકે જોઈ રહી છે. આનો જવાબ તો આવનારા સમયમાં જ ખબર પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
BSNL Recharge Plan: 200 દિવસની વેલિડિટીવાળો BSNLનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદાઓ
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Embed widget