WPL 2023: કેવી હશે આજની યૂપી-બેંગ્લૉરની મહિલા ટીમો, કોણ-કોણે મળેલું સ્થાન, જુઓ અહીં....
આજની મેચ મુંબઇની ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7.30 વાગ્યાથી મેચનુ શરૂઆત થશે. પરંતુ આ પહેલા આપણે અહીં બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ પર નજર કરીએ લઇએ.
UP Warriorz vs Royal Challengers Bangalore: મહિલા પ્રીમિયર લીગમાં આજે 15મી માર્ચે વધુ એક શાનદાર મેચ જોવા મળી શકે છે. એકબાજુ આરબીસી છે તો બીજીબાજુ યૂપી વૉરિયર્સ છે. આજે વૂમન્સ પ્રીમિયર લીગ 2023ની 13મી મેચ રમાશે. આજની મેચ મુંબઇની ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7.30 વાગ્યાથી મેચનુ શરૂઆત થશે. પરંતુ આ પહેલા આપણે અહીં બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ પર નજર કરીએ લઇએ. જાણો આમાં કયા કયા દિગ્ગજ ખેલાડીઓને મળેલુ છે સ્થાન.....
વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો -
યૂપી વૉરિયર્સની મહિલા ટીમ -
એલિસા હીલી (કેપ્ટન), અંજલિ સરવાણી, લૉરેન બેલ, પાર્શ્વી ચોપડા, સોફી એક્લસ્ટૉન, રાજેશ્વરી ગાયકવાડ, ગ્રેસ હેરિસ, શબનીમ ઇસ્માઇલ, તાહલિયા મેક્ગ્રા, કિરણ નવગિરે, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, શિવાલી શિન્દે, સિમરન શેખ, દેવિકા વૈદ્ય, સોપ્પાઘંડી યશશ્રી.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમ -
સ્મૃતિ મંધાના (કેપ્ટન), કનિકા આહૂજા, શોભના આશા, એરિન બર્ન્સ, સોફી ડિવાઇન, ઋચા ઘોષ, દિશા કાસત, પૂનમ ખેમનાર, હીથર નાઇટ, શ્રેયંકા પાટિલ, સહાના પવાર, એલિસ પેરી, પ્રીતિ બોસ, રેણુંકા સિંહ, ઇન્દ્રાણી રૉય, મેગન શૂટ, ડન વાન નાઇકર્ક, કોમલ જંજાડ.
સ્મૃતિ મંધાના અને એલિસા હીલીની ટીમોનું કેવું છે પ્રદર્શન, શું છે પ્લેઓફમાં પહોંચવાનુ સમીકરણ -
આ મેચમાં આરસીબીની ટીમે પહેલી જીત નોંધાવવા પ્રયાસ કરશે, સ્મૃતિ મંધાનાની ટીમ મહિલા આઇપીએલ 2023 માં સતત 5 મેચ હારી ચૂકી છે. જેના કારણે તેની પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી થઇ ગઇ છે. વળી, યૂપી વૉરિયર્સનું પ્રદર્શન થોડુ સારુ રહ્યું છે. એલિસા હીલીની ટીમે અત્યાર સુધી ચાર મેચો રમી છે. જેમાંથી 2 જીત અને 2 હારી છે. જો 15 માર્ચે રમાનારી મેચમાં આરસીબીની ટીમની હાર થાય છે, તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઇ જશે. જાણો યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ક્યારે, ક્યારે ને કઇ રીતે જોઇ શકાશે....
ક્યારે રમાશે. યૂપી વૉરિયર્સની-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ ?
યૂપી વૉરિયર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે 15 માર્ચે મેચ રમાશે.
ક્યાં રમાશે યૂપી વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે મેચ મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગ્યાથી શરૂ થશે વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલી ટીમો વચ્ચેની મેચ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. વળી, મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ ?
વૉરિયર્સ-રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઇવ પ્રસારણ સ્પૉર્ટ્સ18 નેટવર્કની ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે જિયો સિનેમા (Jio Cenema) એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર મેચનો લ્હાવો લઇ શકશે. વળી, મેચની પળેપળની અપડેટ https://gujarati.abplive.com/ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.