શોધખોળ કરો
Advertisement
લગ્ન પહેલા આ એક્ટ્રેસના ગળાડૂબ પ્રેમમાં હતો ઝાહિર ખાન, આ કારણે અધૂરી રહી ગઈ લવ સ્ટોરી
સુભાષ ઘઈની મદદથી બોલિવુડમાં આવનારી ઈશા શરવાની અને ઝહિર ખાન વચ્ચે અફેર હતું.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને વર્ષ 2017માં એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા. આજે બન્ને પોતાના જીવનમાં ખુશ છે પરંતુ એક સમય હતો જ્યારે ઈશા શરવાનીને પ્રેમ કરતા હતા. ઈશા બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર છે. ગઈકાલે ઈશાનો જન્મદિવસ હતો. ત્યારે જાણે ઝાહીર અને ઈશાની પ્રેમ કહાની.
સુભાષ ઘઈની મદદથી બોલિવુડમાં આવનારી ઈશા શરવાની અને ઝહિર ખાન વચ્ચે અફેર હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ લિવ-ઈન રિલેશનશીપમાં હતા. પંરુતા આ સંબંધ લગ્ન સુધી પહોંચી ન શક્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંનેની પહેલી મુલાકાત 2005માં થઈ હતી. એ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત આવી હતી. વિદાય સમારોહમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈશાએ ડાન્સ કર્યો હતો.
ઈશા અને ઝહિરને પહેલી નજરનો પ્રેમ નહોતો થયો. ધીમે-ધીમે પ્રેમ કહાણીની શરૂઆત થઈ. મેચ દરમિયાન ઈશાને દર્શકો સાથે બેઠેલી અને ઝહિર માટે ચીયર કરતી જોવા મળતી હતી. ઝહિરના સારા પ્રદર્શન પર ખુશીથી ચીસો પાડતી પણ કેમેરામાં કેદ થઈ ચૂકી છે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે બંને ખૂબ ક્લોઝ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement