આઈપીએલ હરાજીમાં ક્રિસ ગેલને સૌપ્રથમ કોઈ ખરીદદાર મળ્યો નહોતો. જે બાદ પંજાબે 2 કરોડ રૂપિયામાં તેને ટીમમાં લીધો હતો.
2/5
નવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર ઈન્ડિયન પ્રીમિયર લીગની 22મી મેચ આજે દિલ્હી અને પંજાબ વચ્ચે રમાઇ રહી છે. મેચ પહેલા ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત ગેલના ધમાકેદાર પ્રદર્શનની આશા હતી પરંતુ ટોસ વખતે પ્લેઇંગ ઇલેવનમાં ક્રિસ ગેલનું નામ ન હોવાનું જાણીને ઘણા લોકોને આંચકો લાગ્યો હતો.
3/5
ગેલે આઈપીએલની અત્યાર સુધીની 3 મેચમાં 170.89ના સ્ટ્રાઇકથી 229 રન બનાવીને ઓરેંજ કેપ મેળવી હતી. ગેલે ત્રણ મેચમાં એક સદી અને બે અડધી સદી પણ ફટકારી છે. ગેલના પ્રદર્શનના કારણે પંજાબે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે.
4/5
લોકેશ રાહુલ સાથે ક્રિસ ગેલ
5/5
ગેલ ઇજાગ્રસ્ત હોવાના કારણે તે મેચ શરૂ થતાં પહેલા જ ટીમમાં નહીં હોય તે સ્પષ્ટ થઈ ગયું હતું. તેમ છતાં તેણે પૂરા ઉત્સાહથી પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. પંજાબના કેપ્ટન અશ્વિન ટોસ વખતે આ વાત કહી હતી.