શોધખોળ કરો
Advertisement
IND vs SL T20I: શ્રીલંકા સામે માત્ર એક રન બનાવતા જ કોહલી રચશે ઈતિહાસ
શ્રીલંકા સામે રમાનારી ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ કરી શકે છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયા કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલી પુણેમાં શુક્રવારે શ્રીલંકા સામે રમાનારી ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ કરી શકે છે. આ મેચમાં જો વિરાટ કોહલી માત્ર 1 રન બનાવશે તો તે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 11000 રન પુરા કરી લેશે.
વિરાટ કોહલીએ મંગળવારે ઇન્દોરમાં શ્રીલંકા સામે બીજી ટી-20 મેચમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 168 મેચમાં 10999 રન છે. કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 હજાર રન પુરા કરવા માટે માત્ર 1 રનની જરૂર છે. કોહલી 1 રન બનાવશે તો આવું કરનારો દુનિયાનો છઠ્ઠો કેપ્ટન હશે. એમએસ ધોની બાદ કોહલી બીજો ભારતીય ખેલાડી બનશે. વિરાટ કોહલી આ યાદીમાં સૌથી ઝડપી 11 હજાર રન બનાવનાર કેપ્ટન બની જશે.
વિરાટ કોહલી રોહિત શર્માને પાછળ છોડી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ ઇન્દોરમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કોહલીના નામે 77 મેચમાં 53.26 ની એવરજથી 2663 રન થઈ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement