શોધખોળ કરો
Advertisement
મહિલા T20 વર્લ્ડકપ ફાઇનલઃ ઓસ્ટ્રેલિયા પાંચમી વખત બન્યું ચેમ્પિયન, ટીમ ઇન્ડિયાને 85 રનથી હરાવ્યું
LIVE
Background
ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વખત ચેમ્પિયન બની છે અને સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશી હતી
16:01 PM (IST) • 08 Mar 2020
ટીમ ઇન્ડિયા પ્રથમવાર ફાઇનલમાં પહોંચી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 33 રન ફટકાર્યા હતા. તે સિવાય વેદા કૃષ્ણામૂર્તિ 19 અને ઋચા ઘોષે 18 રન ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાના ફાઇનલમાં કાંઇ ખાસ કમાલ કરી શકી નહોતી અને ફક્ત 11 રન બનાવી આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેગાન સ્કટે ચાર અને જેસ જોનાસને ત્રણ જ્યારે સોફી મોલિન્યૂક્સ અને ડેલિસા કિમિંન્સ અને નિકોલા કેરીએ એક-એક વિકેટ ઝડપી હતી.
16:01 PM (IST) • 08 Mar 2020
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા હતા. ભારત સામે વર્લ્ડકપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 19.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ પાંચમી વખત આ ટાઇટલ જીત્યું છે.
16:00 PM (IST) • 08 Mar 2020
આ અગાઉ ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ સૌથી વધુ 78 રન ફટકાર્યા હતા જ્યારે એલિસા હિલીએ 39 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
15:45 PM (IST) • 08 Mar 2020
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 85 રનથી હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. ટીમ ઇન્ડિયા 19.1 ઓવરમાં 99 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત ચેમ્પિયન બની છે.
15:46 PM (IST) • 08 Mar 2020
Load More
Tags :
Shefali Verma Shikha Pandy Harmanpreet Kaur Shafali Verma Sports News Cricket News India Vs Australiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion