શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરના ઘર પર તીડે કર્યો હુમલો, ખેલાડીએ શેર કર્યો વીડિયો
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T-20ની 19 મેચમાં સેહવાગે 145.4ના સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ હરિયાણા અને દિલ્હીમાં તીડનો હુમલો થયો છે. હરિયાણાના કેટલાક વિસ્તારો છેલ્લા બે દિવસમાં તીડના હુમલાની ઝપેટમાં આવી ગયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના ઘર પર તીડે હુમલો કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તીડના હુમલાની જાણકારી આપી હતી.
સેહવાગે વીડિયો શેર કરીને લખ્યું, 'તીડનો હુમલો. મારા ઘરની ઉપર હુમલો થયો છે.' રાજધાની દિલ્હીમાં તીડના સંભવિત હુમલાને જોતા દિલ્હીના શ્રમ અને વિકાસ મંત્રી ગોપાલ રાયે ઈમરજન્સી બેઠક બોલાવીને તંત્રને એલર્ટ રહેવા જણાવાયું હતું.
સેહવાગે ટીમ ઈન્ડિયા તરફથી 104 ટેસ્ટમાં 23 સદી અને 32 અડધી સાથે 8586 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 319 રન છે. 251 વન ડેમાં સેહવાગે 15 સદી અને 38 અડધી સદી વડે 8273 રન ફટકાર્યા છે. વન ડેમાં સેહવાગનો સર્વોચ્ચ સ્કોર 219 રન છે.
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ T-20ની 19 મેચમાં સેહવાગે 145.4ના સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 68 રન છે. જ્યારે આઈપીએલની 104 મેચમાં 155.4ના સ્ટ્રાઇકથી 2728 રન બનાવ્યા છે. આઈપીએલમાં તે બે સદી અને 16 અડધી સદી ફટકારી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement