શોધખોળ કરો
Advertisement
લોકેશ રાહુલે ચેન્નાઈ સામે બનાવ્યો મોટો રેકોર્ડ, ડેવિડ વોર્નરને રાખ્યો પાછળ
રાહુલે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે એક અનોખો રેકોર્ડ તેના નામે નોંધાવી દીધો હતો.
નવી દિલ્હીઃ ચેન્નાઈએ મેચ જીતવા આપેલા 171 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આક્રમક શરૂઆત કરી હતી. પંજાબના ઓપનર ક્રિસ ગેઇલ અને લોકેશ રાહુલે 5 ઓવરમાં જ 60 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન રાહુલે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. જેની સાથે જ લોકેશ રાહુલે એક અનોખો રેકોર્ડ તેના નામે નોંધાવી દીધો હતો. રાહુલ 36 બોલમાં 71 રન બનાવી આઉટ થયો હતો. જેમાં તેણે પાંચ સિક્સ અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અત્યાર સુધીમાં કોઇ પણ ખેલાડી આટલા બોલમાં અડધી સદી ફટકારી શક્યો નથી. પહેલા આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર વોર્નરે 2015માં સીએસકે સામે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે રેકોર્ડને આજદિન સુધી કોઈ તોડી શક્યું નહોતું.
રાહુલે આ ઉપરાંત વર્તમાન આઈપીએલમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સના રિષભ પંતે મુંબઈ ઈન્ડિયન્સ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સાથે આ હોટ એક્ટ્રેસે પોસ્ટ કર્યો ફોટો, કેપ્શનમાં લખ્યું એવું કે થઈ ગઈ Troll આ મિસ્ટ્રી ગર્લ ક્યા ખેલાડીને જોઈને મારતી હતી કૂદકા, જાણો વિગતOh yes, boy ????????#KXIPvCSK pic.twitter.com/UsyeHVTdGH
— IndianPremierLeague (@IPL) May 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement