Khel Ratna Award: ખેલ રત્ન એવોર્ડ જીતનાર ખેલાડીઓ પર થશે રુપિયાનો વરસાદ,જાણો કેટલી મળે છે ઈનામી રકમ
Khel Ratna Award Winners: રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. મનુ ભાકર, ડી ગુકેશ, પ્રવીણ કુમાર અને હરમનપ્રીત સિંહને ખેલ રત્ન એવોર્ડ મળ્યો છે. જાણો તેમને કેટલી ઈનામી રકમ મળશે.
Khel Ratna Award Winners And Prize Money: રમત મંત્રાલયે 2025 મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરી છે. આ વખતે ખેલ જગતમાં ઈતિહાસ સર્જનાર 4 ખેલાડીઓને દેશના સૌથી મોટા રમત પુરસ્કાર ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે. મનુ ભાકર, ડી ગુકેશ, પ્રવીણ કુમાર અને હરમનપ્રીત સિંહને ખેલ રત્ન એવોર્ડ મળ્યો છે. જાણો તેમને કેટલી ઈનામી રકમ મળશે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓને 25 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને મેડલ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. 2020 સુધી ખેલ રત્ન મેળવનાર ખેલાડીને માત્ર 7.5 લાખ રૂપિયાની ઈનામી રકમ મળતી હતી, પરંતુ મોદી સરકારે તેને વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે.
17 જાન્યુઆરીએ સન્માન સમારોહ યોજાશે
પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર મનુ ભાકરને અગાઉ ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા ન હતા. જો કે આને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ રમત મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હતી. હવે મનુ ભાકરને આ એવોર્ડ મળ્યો છે. તેની સાથે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં હોકી ટીમનું નેતૃત્વ કરનાર હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન મળ્યો છે. હાલમાં જ ચેસમાં ઈતિહાસ સર્જનાર ડી ગુકેશને પણ આ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડીઓનો સન્માન સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે 17 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 11 વાગ્યે શરૂ થશે.
ખેલ રત્ન મેળવનાર ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકની સિંગલ્સ સ્પર્ધાઓમાં બે અલગ-અલગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ જ રમતોમાં હરમનપ્રીત સિંહે તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય હોકી ટીમ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતે સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ડી ગુકેશ થોડા અઠવાડિયા પહેલા જ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. પ્રવીણ કુમારે પેરાલિમ્પિક્સની T64 શ્રેણીની હાઈ-જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે કુલ 32 ખેલાડીઓની યાદી જાહેર કરી છે જેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 17 પેરા એથ્લેટ્સ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો....