ટી-20માંમ ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલે આઈપીએલમાં 2013માં બેંગલોર વતી રમતાં પૂણે સામે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. ગેલની સદી ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ પણ ફોર્મેટમાં ફાસ્ટેસ્ટ સદી છે.
4/6
ગપ્ટિલની તોફાની ઈનિંગની મદદથી વોર્સેસ્ટરશાયરે નવ વિકેટથી જીત મેળવી હતી. તેમણે 188ના ટાર્ગેટને માત્ર 13.1 ઓવરમાં જ પાર પાડયું હતુ. ગપ્ટિલે જો ક્લાર્કની સાથે 162 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ક્લાર્કે 33 બોલમાં અણનમ 61 રન ફટકાર્યા હતા. ગપ્ટિલ મીડિયમ પેસર રિચાર્ડ ગ્લીસન સામે આઉટ થઈ ગયો હતો.
5/6
ઈંગ્લેન્ડની ધરતી પર ટી-20માં આ બીજા નંબરની સૌથી ઝડપી સદી છે. ગપ્ટિલે તેની તોફાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ગપ્ટિલની ઈનિંગને સહારે વોર્સેસ્ટરશાયરે નોર્થમ્પ્ટનશાયરને આસાનીથી પરાજય આપ્યો હતો. ગપ્ટિલની સદી ટ્વેન્ટી-20ની ફાસ્ટેસ્ટ સદીમાં ચોથા નંબરે છે.
6/6
લંડનઃ ટી-20 ક્રિકેટના કારણે બેટ્સમેન તોફાની બેટિંગ કરતા થઈ ગયા છે ને ધાર્યા ના હોય એવા રેકોર્ડ બને છે. ન્યુઝીલેન્ડના ઝંઝાવાતી બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટી-20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં ઝંઝાવાત સર્જતાં માત્ર 35 બોલમાં 102 રન ફટકાર્યા હતા.