શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ ધોનીને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે માત્ર ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છે
હેડને કહ્યું, અનેક રીતે મને લાગે છે કે ધોની ગલી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તે ટીમ માટે બધું જ કરશે. તે જે રીતે પ્રેક્ટિસ કરે છે, લેગ સ્પિનર્સ પાસે બોલિંગ કરાવે છે, કેચ પકડે છે અને ખેલાડીઓ સાથે ચર્ચા-વિચારણા કરે છે અને તેમ છતાં ઘણો શાંત રહે છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યૂ હેડને ટીમ ઈન્ડિયાના વિકેટકિપર અને આઈપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ધોની માત્ર ખેલાડી જ નહીં પરંતુ ક્રિકેટનો એક યુગ છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈની ટીમ 10માંથી 8 વખત ફાઇનલમાં પહોંચી ચુકી છે.
હેડને સ્ટાર સ્પોર્ટ્સના શોમાં કહ્યું, ધોની માત્ર એક ખેલાડી નથી, પરંતુ ક્રિકેટનો એક યુગ પણ છે. અનેક રીતે મને લાગે છે કે ધોની ગલી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તે ટીમ માટે બધું જ કરશે. તે જે રીતે પ્રેક્ટિસ કરે છે, લેગ સ્પિનર્સ પાસે બોલિંગ કરાવે છે, કેચ પકડે છે અને ખેલાડીઓ સાથે ચર્ચા-વિચારણા કરે છે અને તેમ છતાં ઘણો શાંત રહે છે. તેની જેવો વ્યક્તિ જો તમારી આસપાસ હોય તો ઘણું આરામદાયક લાગે છે.
ધોની આઈપીએલની 12મી સીઝનમાં 11 મેચોમાં અત્યાર સુધીમાં 414 રન બનાવી ચુક્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સાથે કહ્યું, તેને ‘થાલા’ નામ આપવામાં આવ્યું છે, કારણકે તે ન માત્ર ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે પરંતુ સમગ્ર દેશનો પણ કેપ્ટન છે. બ્લૂ ડ્રેસ પહેરેલી બ્યૂટિફુલ મહિલા પોલિંગ ઓફિસરની તસવીરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ,પહેલીવાર સામે આવી તસવીરો સિદ્ધુનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, BJP પ્રવક્તાની દેડકા સાથે કરી સરખામણી, જાણો વિગતUtterly yellovely blockbuster Kollywood material - Gangs of Madras! 😎 #WhistlePodu #Yellove #IPL2019Final #MIvCSK 🦁💛 pic.twitter.com/76X6kVj1Vm
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement