શોધખોળ કરો

Ind Vs Ban: મયંક અગ્રવાલની ધમાલ, માત્ર 5 ઇનિંગમાં ફટકારી 3 સેન્ચુરી અને.....

મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી ડબલ સેન્ચુરી ફટકારી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં મયંક અગ્રવારે શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. મયંકની ડબલ સેન્ચુરીના જોરે ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરૂદ્ધ મોટી લીડ મેળવી છે. ટેસ્ટ મેચમાં એક વખત મયંક અગ્રવારે શાનદાર ઇનિંગ રમી છે. અગ્રવાલે અંતિમ પાંચ ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી છે. મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી. મયંકની કારકિર્દીની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 215 રન અને પુણે ટેસ્ટમાં 108 રનની ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલે ઇન્દોર ટેસ્ટના બીજા દિવસે 183 બોલમાં તેની સેન્ચુરી પૂરી કરી હતી. Ind Vs Ban: મયંક અગ્રવાલની ધમાલ, માત્ર 5 ઇનિંગમાં ફટકારી 3 સેન્ચુરી અને..... મયંક અગ્રવાલ  વિશે એક રસપ્રદ વાત એ છે પણ છે કે તેણે આઠ ટેસ્ટની કારકિર્દીમાં જે ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે, તે તમામ તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફટકારી છે. બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલના નામે એક પણ અડધી સદી નથી. વર્ષ 2017માં મયંક અગ્રવાલે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં ત્રણ અડધી સદી સાથે 28.66ની સરેરાશથી 258 રન બનાવ્યા હતા. રણજીમાં મયંકનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. રણજીમાં મયંકે 1160 રન 105.45ની સરેરાશથી બનાવ્યા છે. જેમાં બે અડધી સદી અને પાંચ સદી સામેલ છે. એટલું જ નહીં, પોતાના સારા પ્રદર્શનનો દાખલો આપતા મયંકે વિજય હજારે ટ્રૉફીમાં 90.37ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદી અને ત્રણ સદી સામેલ છે. મયંક અગ્રવાલે બાંગ્લાદેશની વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ પહેલા 7 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 55.90ની સરેરાશથી 615 રન કર્યા. તેમાં બે સદી અને ત્રણ અડધી સદી પણ સામેલ છે. જ્યારે તેના ફર્સ્ટ ક્લાસ કારર્કિદીની વાત કરીએ તો તેણે 57 મેચોમાં 49.52ની સરેરાશથી 4507 રન કર્યા છે. તેમાં સૌથી વધુ સ્કોર 304 રન અણનમ છે. તેણે 10 સદી અને 25 અડધીસદી પણ ફટકારી છે. આ ઉપરાંત, તેણે 79 લિસ્ટ એ મેચોમાં 50.90ની સરેરાશથી 3869 રન કર્યા છે, જેમાં 13 સદી અને 15 અડધી સદી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

Embed widget