મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ
Commonwealth Games : મીરાબાઈ ચાનુએ 49 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
![મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ Mirabai Chanu wins a gold medal for India in Weightlifting in CWG 2022 મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/30/523f4fee4b939ecc4589fc585342ef851659198785_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mirabai Chanu wins a gold medal for India : કોમવેલ્થ ગેમ્સમાં ભારત માટે ત્રીજા મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ ગોલ્ડ મેડલ મળ્યો છે. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ 49 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.. વેઇટ લિફ્ટિંગમાં 49 kg કેટેગરીમાં મીરાબાઈએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા આજના દિવસે જ ભારતને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળી ચુક્યો છે.
#CommonwealthGames2022 | Weightlifter Mirabai Chanu does a successful lift of 88 Kg in her second attempt of snatch to create a new CWG record in Women's 49 Kg weight category. pic.twitter.com/p3BeDC6ESj
— ANI (@ANI) July 30, 2022
ગુરુરાજ પૂજારીએ 61 kg કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ
ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 kg વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
ગુરુરાજ પૂજારીએ 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. પૂજારી સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
ભારતને બીજા દિવસે ત્રણ મેડલ મળી ચુક્યા છે
મીરાબાઈ ચાનુ અને ગુરુરાજ પૂજારી પહેલા, ભારતના યુવા લિફ્ટર સંકેત મહાદેવ સરગરે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 55 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો 21 વર્ષીય સરગર ગોલ્ડ મેડલ જીતવા જઈ રહ્યો હતો પરંતુ ક્લીન એન્ડ જર્કમાં બે નિષ્ફળ પ્રયાસો બાદ તે એક કિલોથી ચૂકી ગયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)